આરબ ટીંબડી ગામે પોલીસે દરોડો પાડી સીમમાં આવેલ વાડીએ જમીનમાં છૂપાવેલ વિદેશી દારૂ, ત્યાં આવેલ મકાનની પાછળ નદી કાંઠેથી દેશી દારૂની ભઠ્ઠી, દેશી દારૂ બનાવવાની સામગ્રી મળી કુલ રૂ. 4.11 લાખનો મુદ્દામાલ ઝડપી કાર્યવાહી હાથ ધરી છે. જો કે વાડી માલિક નાસી છૂટ્યો હતો, આથી તેની સામે ગુનો નોંધીને કાર્યવાહી હાથ ધરાઇ છે.
ગામમાં રહેતો ધમો ઉર્ફે ધર્મેશ મકવાણા દેશી, વિદેશી દારૂ વેચતો હોવાની બાતમી મળી હતી, જેના આધારે દરોડો પાડતા વાડીમાંથી વિદેશી દારૂની 460 નંગ બોટલ રૂ. 2.51 લાખનો શોધી કાઢ્યો હતો, ધર્મેશના મકાનની બાજુમાં આવેલ નદીના કાંઠે તપાસ કરતા દેશી દારૂની ભઠ્ઠી, 100 લિટર દેશી દારૂ કિંમત રૂપિયા 20 હજાર, 5300 લિટર આથો કિંમત રૂપિયા 1,32,500 કુલ રૂપિયા 4.11 લાખનો મુદ્દામાલ ઝડપી ગુનો નોંધ્યો હતો.