જૂની અદાવતમાં ઉપરાછાપરી છરીના ચાર ઘા ઝીંક્યાં

વડોદરા શહેરના હરણી વારસીયા રિંગ રોડ પર આવેલા સવાદ ક્વાર્ટર્સમાં મિત્રને મળવા આવેલા ખોડીયારનગરના યુવક સાથે જૂની અદાવત રાખી ચાર માથાભારે શખસે ઝઘડો કર્યો હતો. ત્યારબાદ ત્રણે યુવકને પકડી રાખ્યો હતો અને એક શખસે ઉપરાછાપરી ચાકુના ત્રણથી ચાર ઘા ઝીંકયા હતા. આ ગંભીર ઘટનામાં જીવલેણ હુમલો કરતા યુવક લોહીલુહાણ હાલતમાં જમીન પર પછડાયો હતો. આ ઘટના સમયે લોકટોળું ભેગા થઈ જતા હુમલાખોરો સ્થળ પરથી ભાગી ગયા હતા. ઇજાગ્રસ્ત યુવકને સારવાર માટે એસએસજી હોસ્પિટલમાં ખસેડ્યો છે. વારસીયા પોલીસે હત્યાના પ્રયાસનો ગુનો નોંધી હુમલાખોરોને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કરાયા છે.

વડોદરા શહેરના હરણી વારસીયા રિંગ રોડ ઉપર રહેતા મિત્રોને ખોડીયારનગરનો ગૌરવ હરે રામસિંગ 15 સપ્ટેમ્બરની રાતે મળવા માટે આવ્યો હતો. તે દરમિયાન તેનો પીછો કરીને આવેલા ચાર જેટલા અસામાજિક તત્વો સવાદ કવાટર્સમાં ધસી આવ્યા હતા અને યુવક સાથે અગાઉ થયેલા ઝઘડાની અદાવત રાખી ફરી મારામારી કરી હતી. ત્યારબાદ યુવકને ત્રણ જેટલા શખ્સો પકડી રાખ્યો હતો, એક જણાએ ચાકુ જેવા તીક્ષ્ણ હથિયાર કાઢીને ઉપરા છાપરી ત્રણથી ચાર ઘા મારી જીવલેણ હુમલો કરી હત્યાનો પ્રયાસ કર્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *