વડવાજડીમાં માંડવરાયજી દુકાન સામે રહેતા નિલેશ ગોવિંદદાસ નિનામાના મકાનમાં જુગાર રમાતો હતો. હોવાની માહિતી મળતાં મેટોડા પોલીસની ટીમ દોડી ગઇ હતી. પોલીસે જુગાર રમી રહેલા નિલેશ નિનામા, અરૂણ ચૌહાણ, સુરેશ મેર, હકૂમતસિંહ ઉર્ફે પપ્પુ ઝાલા અને જયેશ ઉર્ફે કેતન ધ્રાંગેશને ઝડપી લીધા હતા. પોલીસે રૂ.64800 તેમજ ચાર મોબાઇલ અને એક કાર સહિત કુલ રૂ.5,88,300નો મુદ્દામાલ કબજે કર્યો હતો. નિલેશ બહારથી માણસો બોલાવી નાલ ઉઘરાવી જુગાર રમાડતો હતો.