જુલાઈમાં કેટલીક પ્રેક્ટિસ મેચ પણ રમી શકે છે

વર્લ્ડ કપ શિડ્યૂલ જાહેર થયા બાદ બેંગલુરુથી ટીમ ઈન્ડિયા માટે સારા સમાચાર આવ્યા છે. ટીમનો ફાસ્ટ બોલર જસપ્રિત બુમરાહ તેની ઈજામાંથી ઝડપથી સાજો થઈ રહ્યો છે, જો કે તે ક્યારે સંપૂર્ણ રીતે ફિટ થઈ જશે તે કહેવું મુશ્કેલ છે. જાણવા મળ્યું છે કે બુમરાહે બોલિંગ શરૂ કરી દીધી છે અને આવતા મહિને તે કેટલીક મેચ રમવાનો છે.

બેંગલુરુ સ્થિત નેશનલ ક્રિકેટ એકેડમી (NCA)ના એક સૂત્રએ PTIને જણાવ્યું કે બુમરાહે મેડિકલ ટીમની દેખરેખ હેઠળ નેટમાં સાત ઓવર ફેંકી હતી. કેટલાક મેડિકલ અને ક્રિકેટ નિષ્ણાતો તેને સકારાત્મક રીતે જોઈ રહ્યા છે, જોકે કેટલાક તેને ઉતાવળ ગણાવી રહ્યા છે. આ સ્ટોરીમાં બુમરાહની હાલની ફિટનેસ અને નિષ્ણાતોના અભિપ્રાય પણ જાણવા મળશે.

બુમરાહ ઈજામાંથી સાજો થઈ રહ્યો છે – સૂત્રો
બુમરાહની ફિટનેસ પર નજર રાખતા એક સૂત્રએ PTIને કહ્યું કે ‘આ પ્રકારની ઈજા માટે સમયરેખા નક્કી કરવી યોગ્ય નથી. કારણ કે ખેલાડીને સતત દેખરેખની જરૂર હોય છે. જોકે, એવું કહી શકાય કે બુમરાહ ઈજામાંથી સાજો થઈ રહ્યો છે. તેણે NCA નેટમાં સાત ઓવર ફેંકી હતી. તે સતત તેના વર્કલોડમાં વધારો કરી રહ્યો છે, જેમાં પ્રારંભિક તબક્કામાં હળવા વર્કઆઉટથી બોલિંગ તરફ આગળ વધવાનો સમાવેશ થાય છે.’

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *