રાજકોટના યુનિવર્સિટી પોલીસ મથકના સ્ટાફને પેટ્રોલિંગ દરમિયાન મળેલી બાતમીના આધારે રૈયા રોડ સવન સેરેના એપાર્ટમેન્ટ એ-વિંગમાં બીજા માળે ફ્લેટ નં.202માં રહેતા મનુભાઈ આરદેસણાના મકાનમાં જુગાર રમાતો હોવાની માહિતી મળતા યુનિવર્સિટી પોલીસ મથકના પીએસઆઇ આર.કે. જાડેજાની ટીમે દરોડો પાડતા 7 શખ્સ જુગાર રમતા હોવાનું જણાઈ આવ્યું હતું. પોલીસે જુગાર રમી રહેલા સાતેય શખ્સની ધરપકડ કરી જુગારપટમાંથી રૂ.72 હજાર કબજે કર્યા હતા.
પોલીસની પૂછપરછમાં આરોપીએ પોતાનું નામ મનુ લાલજીભાઈ આરદેસણા(ઉં.વ.73, નિવૃત્ત), પ્રકાશ રસિકલાલ આડેસરા(ઉં.વ.52, રહે. લક્ષ્મીવાડી શેરી નં.7), સાગર કિરીટભાઇ ફિચડિયા(ઉં.વ.43, ધંધો:ચાંદીકામ, રહે. હાથીખાના મેઇન રોડ), ભૂરા રવજીભાઈ સુદાણી(ઉં.વ.65, ધંધો ખેતી રહે. મોવૈયા ગામ પડધરી), સંજય હિંમતભાઈ આરદેસણા(ઉં.વ.48, રહે. કરણપરા શેરી નં.7), હસમુખ લવજીભાઈ રાજા (ઉં.વ.67, રહે. હસનવાડી શેરી નં.3) અને રાજેન્દ્ર ઉર્ફે રાજુ દેવચંદભાઈ રાજદેવ(ઉં.વ.68, રહે નીલકંઠ ટોકીઝ શેરી નં.5) આમ રોકડ રૂ.72 હજાર સહિત 7 શખ્સને પોલીસે ઝડપી લઈ સાતેય શખ્સ વિરુદ્ધ ગુનો નોંધ્યો હતો.