જિલ્લા વિકાસ અધિકારીના અધ્યક્ષસ્થાને પોષણ માસ અંતર્ગત બેઠક યોજાઈ

રાજકોટ જિલ્લા વિકાસ અધિકારી નવનાથ ગવ્હાણેના અધ્યક્ષ સ્થાને જિલ્લા પંચાયત સભા ગૃહ ખાતે પોષણ માસ અંતર્ગત આગામી દિવસોના આયોજન તેમજ હાલ સુધીની કામગીરી અંગે સમીક્ષા બેઠક યોજાઇ હતી. જેમાં ડીડીઓ દ્વારા પોષણ માસનું મહત્વ સમજાવી કઈ રીતે ઉજવણી કરી શકાય તે અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ બેઠકમાં પોષણ માટે શિક્ષણ તેમજ વાલીઓને પોષણ માર્ગદર્શન, કિશોરીઓ – સગર્ભાઓ અને ધાત્રી માતાઓનું હિમોગ્લોબિન ચેકઅપ, બાળકો તેમજ કિશોરીઓનું ગ્રોથ મોનિટરિંગ તેમજ વિવિધ પ્રચારાત્મક કામગીરીની સમીક્ષા કરવામાં આવી હતી. જિલ્લા વિકાસ અધિકારીએ પોષણ માસની મુખ્ય થીમ એનીમીયા અંતર્ગત ટેસ્ટ, ટ્રીટ અને ટોક, પૂરક આહાર, સર્વગ્રાહી પોષણ, સુશાસન, પારદર્શિતા અને કાર્યક્ષમ સેવા પહોંચાડવા માટે ટેકનોલોજીના ઉપયોગ અને વૃદ્ધિ દેખરેખ વિષય પર માઇક્રો પ્લાનિંગમાં વિશિષ્ટ નવતર પ્રયાસો કરવા પર ભાર મૂક્યો હતો. આ સાથે આગામી દિવસોમાં વાલી મીટીંગ, ખાસ પોષણ સુધારણા માટે વાનગી સ્પર્ધા વગેરે કાર્યક્રમ અંગે આયોજન કરવામાં આવ્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *