જિલ્લા પંચાયતમાં 87 વાહન ભાડે ચાલે છે, એક વર્ષનો ખર્ચ 2.95 કરોડથી વધુ

રાજકોટ જિલ્લા પંચાયતની અલગ- અલગ શાખામાં 87 વાહન ભાડે ચાલી રહ્યા છે. જેનો વાર્ષિક ખર્ચ રૂ. 2,95,88,512 રૂપિયા છે.સૌથી વધુ આરોગ્ય વિભાગના વાહન ભાડે દોડે છે. જેની સંખ્યા 65 છે અને તેમાં પેટ્રોલ પાછળ રૂપિયા રૂ. 2,23,17,312 ખર્ચવામાં આવે છે.

જોકે જે વાહનો ભાડા પર દોડે છે તેમાં ભ્રષ્ટાચાર થતો હોવાનો અને તેમજ અધિકારીઓ અને કર્મચારીઓ વ્યક્તિગત કામો માટે પણ આ વાહનો વાપરતા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.

જિલ્લા પંચાયતના પ્રમુખે આપેલી માહિતી મુજબ વિકાસ શાખા,પંચાયત શાખા, બાંધકામ શાખા, આરોગ્ય શાખા,આંકડા શાખા,આઈ.સી.ડી.એસ. શાખા, સિંચાઈ શાખાના વાહનો ભાડા પર ચાલે છે. જેમાં બાંધકામ શાખામાં જસદણ અને રાજકોટ તાલુકામાં 1-1 વાહન ચાલે છે.

આ સિવાય વિકાસ શાખાના 1, પંચાયત શાખાના 1, આરોગ્ય શાખાના 65, આંકડા શાખાના 1, આઈ.સી.ડી.એસ. શાખાના 13 અને સિંચાઈ શાખાના 4 વાહન ભાડે ચાલી રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *