રાજકોટ જીલ્લા પંચાયતની કારોબારી બેઠકમાં 24.23 કરોડના વિકાસકામોને બહાલી આપવામાં આવી હતી તેમાં મુખ્યત્વે સિંચાઇ તથા બાંધકામ વિભાગના કામોનો સમાવેશ થાય છે. કારોબારી સમિતિના અધ્યક્ષ પી.જી. કિયાડાના અધ્યક્ષસ્થાને યોજાયેલી બેઠકમાં દોઢ ડઝન જેટલી દરખાસ્તોને મંજુરી આપવામાં આવી છે. સિંચાઇ વિભાગના 80 લાખના બે ટેન્ડર મંજુર કરાયા હતા. 1.01 કરોડના બે કામોને વહીવટી મંજુરી અપાઇ હતી. સિંચાઇના જ એક કામના વાર્ષિક ભાવને મંજુરી આપવામાં આવી હતી. આ સિવાય બાંધકામ વિભાગના 22.39 કરોડના કામો મંજુર કરાયા હતા. આ રજીસ્ટ્રી વિભાગ માટે દોઢ લાખની કોમ્પ્યુટર સિસ્ટમ ખરીદવાની દરખાસ્ત મંજુર થઇ હતી. આ બેઠકમાં વિકાસ કામોની પ્રગતિની ચર્ચા કરવામાં આવી હતી. આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી નવથાન ગવ્હાણે, કારોબારી સમિતિના સભ્યો તથા વિભાગોના અધિકારીઓ હાજર રહ્યા હતા.