જામ ખીરસરા ગામના મહિલા તલાટી કમ મંત્રી રૂ. 1.25 લાખની લાંચ લેતા ઝડપાયા

કલ્યાણપુરના જામખીરસરા ગામે પ્લોટ ધરાવતા યુવાનને ગામ નમુના નં. 2 કઢાવવા માટે તલાટી મંત્રીને અરજી આપી હતી, જે કાઢવા માટે તલાટી દ્વારા 2 લાખની લાંચ માંગવામાં આવી હતી, રકઝકના અંતે રૂા. 1.25 લાખ નકકી થતાં યુવાને એસીબીમાં ફરિયાદ કરતા તલાટી વતી રૂપિયા લેનાર દુકાનદાર તથા તલાટી બન્ને ઝડપાય ગયા હતાં, એસીબીએ ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી છે. ફરિયાદીના પિતાની માલિકીના સને-1979ની સાલમાં ગ્રામ પંચાયત તરફથી જામ ખીરસરા ગામમાં પ્લોટ નં-29 ફાળવેલ હોય અને તેની સનદ પણ ફરિયાદી પાસે હોય આ પ્લોટનો ગામનો નમૂનો ન-2 કઢાવવો હોય ફરિયાદીએ તલાટી કમ મંત્રીને અરજી આપેલ હતી.

તલાટી વતી રૂપિયા લેનાર દુકાનદાર તથા તલાટી બન્ને ઝડપાય ગયા
ગામનો નમૂનો ન-2 કઢાવવા માટે રૂ.2,00,000ની તલાટી કમ મંત્રીએ લાંચની માંગણી કરેલ અને રકઝકના અંતે રૂ.1,25,000 આપવાનું નક્કી થયેલ હોય આ લાંચના રૂપિયા ફરિયાદી આપવા માંગતા ના હોય જેથી ફરિયાદએ દ્વારકા એ.સી.બી. પો.સ્ટે.નો સંપર્ક કરી ફરિયાદ આપતા ફરિયાદીની ફરિયાદ આધારે લાંચના છટકાનું આયોજન કરતા આ પૈસા રાવલ ગામે(પ્રજાજન) જયસુખ ઉર્ફે જલો અરજણ પીપરોતરની દુકાને આપવા નક્કી કરેલ અને આ વાયદા મુજબ તા.21-05-23ના રોજ રાવલ ગામે જઈ જયસુખ ઉર્ફે જલો વાળાની દુકાને ફરિયાદીએ વાયદા મુજબના રૂ.1,25,000 આપવા જતા આરોપી હર્ષાબેન આલાભાઈ કારેણા સાથે જયસુખ ઉર્ફે જલો વાળાએ હેતુલક્ષી વાતચીત કરી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *