જામનગર બોલાવી રાજકોટના વૃદ્ધને હનીટ્રેપમાં ફસાવી રૂ.6 લાખ પડાવાયા

જામનગરમાં રાજકોટ રહેતા એક વૃદ્ધને જમીનના કાગળો તૈયાર કરવાના બહાને મહિલા સહિત બે શખ્સોએ બોલાવી હનીટ્રેપમાં ફસાવી 6.31 લાખ પડાવી લેતા અને પોલીસ તરીકે ઓળખાણ આપનાર બે શખ્સ અને મહિલા સહિત 7 શખ્સની પોલીસે શોધખોળ હાથ ધરી છે.

ખેતીકામ કરતા વસંતભાઈએ કાલાવડમાં એક જમીન ખરીદી હતી. તે જમીનને વેચવાની તજવીજ વચ્ચે કાગળ તથા નકશા તૈયાર કરવા તેઓ જામનગર આવ્યા હતા. જ્યાં સુધારાની પ્રક્રિયા દરમિયાન એક શખ્સ મળ્યો હતો. તેણે પોતાના સંબંધી જમીન શાખામાં નોકરી કરી નિવૃત્ત થયા પછી આ કામ કરી આપશે તેમ કહી ગયા જાન્યુઆરી મહિનાની 23 તારીખે જામનગરના ખોડિયાર કોલોની વિસ્તારમાં 80 ફૂટ રોડ પર એક મકાનમાં બોલાવ્યા હતા. જ્યાં હિતેન, કાળુએ એક અજાણી મહિલાને બોલાવી હતી અને તે મહિલાએ વસંતભાઈને પાણી આપવાના બહાને નિર્વસ્ત્ર થયા પછી આબરૂ લેવાનો આરોપ મૂક્યો હતો. ત્યારબાદ આરોપ મુકીને કટકે-કટકે 6.31 લાખ પડાવી લીધા હતા. આ ઘટના અંગે વસંતભાઇએ આખરે તેઓએ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે ગુનો નોંધી તપાસનો ધમધમાટ શરૂ કર્યાે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *