જામનગર અને દેવભૂમિ દ્વારકામાં મેગા ડીમોલીશન

રાજકોટ રેન્જ અંતર્ગત આવતા દેવભૂમિ દ્વારકા અને જામનગર જિલ્લામાં સતત ચાર દિવસથી ખાસ મેગા ડિમોલિશન ડ્રાઇવ ચલાવવામાં આવી રહી છે જેમાં ગેરકાયદે દબાણોને દૂર કરવા માટેની કામગીરી પોલીસ દ્વારા વહીવટી તંત્રને સાથે રાખી કરવામાં આવી રહી છે. ચાર દિવસ દરમિયાન પોલીસ દ્વારા આ મેગા ડિમોલિશન ડ્રાઇવમાં 271 રહેણાંક અને 7 કોમર્શિયલ તેમજ 7 અન્ય મળી કુલ 285 દબાણો દૂર કરી 47.35 કરોડ કિંમતની કુલ 86,391 ચોરસ મીટર જગ્યા ખુલ્લી કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે દ્વારકા અને જામનગર જિલ્લો ખુબ જ મહત્વ ધરાવતો જિલ્લો છે અહિયાંથી દરિયાઈ માર્ગે દુશમન દેશો નજીક હોવાથી સરકાર દ્વારા ખાસ ગેરકાયદેસર દેશ વિરોધી પ્રવૃર્તીઓ અટકાવવા માત્ર ખાસ ઝુંબેશ છેલ્લા બે વર્ષથી ચલાવવામાં આવી રહી છે અને ગેરકાયદે દબાણો દૂર કરવામાં આવી રહ્યા છે.

રાજકોટ રેન્જ આઇજી અશોક કુમાર યાદવએ જણાવ્યું હતું કે, છેલ્લા ચાર દિવસથી રાજ્ય સરકારની સૂચના મુજબ વહીવટી તંત્રને સાથે રાખી પોલીસ દ્વારા ગેરકાયદે દબાણો દૂર કરવા માટે મેગા ડિમોલિશન ડ્રાઇવ ચલાવવામાં આવી છે. હાલમાં રાજકોટ રેન્જ અંતર્ગત આવતા જામનગર અને દેવભૂમિ દ્વારકા આ બન્ને જિલ્લામાં મુખ્યત્વે દબાણો દૂર કરવા કામગીરી કર્વ્સમાં આવી રહી છે. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં કુલ 2 પોર્ટ, 23 આઇલેન્ડ, 44 લેન્ડિંગ પોઇન્ટ, 8 જેટી અને 9 ફિશિંગ પોઇન્ટનો સમાવેશ થાય છે જયારે આ જ રીતે જામનગર જિલ્લામાં 3 પોર્ટ, 11 આઇલેન્ડ, 11 લેન્ડિંગ પોઇન્ટ, 3 જેટી અને 6 ફિશિંગ પોઇન્ટનો સમાવેશ થાય છે. આ બન્ને જિલ્લા દેશ માટે સામરીક સુરક્ષા માટે મહત્વ પૂર્ણ છે પરંતુ તેન સાથે સાથે આર્થિક અને ઔદ્યોગિક રીતે પણ મહત્વ ધરાવતા જિલ્લા છે માટે તેની સુરક્ષા માત્ર પણ મહત્વ ધરાવે છે માટે ખાસ આ ડિમોલિશન ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *