જામનગરમાં રણવીર-જાહ્નવી ગરબે ઘુમ્યા!

દેશના સૌથી પ્રતિષ્ઠિત બિઝનેસ ફેમિલી એટલે કે અંબાણી પરિવાર ફરી એકવાર ચર્ચામાં છે. મુકેશ અંબાણી અને નીતા અંબાણીના નાના પુત્ર અનંત અંબાણીએ 10 એપ્રિલે પોતાનો 31મો જન્મદિવસ ખૂબ જ ખાસ અને યાદગાર અંદાજમાં ઉજવ્યો છે. જામનગરમાં આયોજિત આ કાર્યક્રમમાં અંબાણી પરિવારની ભક્તિ અને સાદગીનો અનોખો સંગમ જોવા મળ્યો હતો.

ભજન અને લાઈટ શોનું ખાસ આયોજન

અનંત અંબાણીના જન્મદિવસ નિમિત્તે જામનગરમાં એક ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે માત્ર આકર્ષક કેક જ નહીં, પરંતુ આધ્યાત્મિક વાતાવરણ ઊભું કરવા માટે ખાસ ભજન સંધ્યા અને લાઈટ શો યોજાયો હતો. સોશિયલ મીડિયા પર વાઈરલ થયેલા લેટેસ્ટ વીડિયોમાં આખો પરિવાર અને બોલિવૂડ સેલેબ્સ ભક્તિમાં તરબોળ જોવા મળી રહ્યા છે.

વાઈરલ વીડિયોમાં નીતા અંબાણીની સાદગીએ સૌના દિલ જીતી લીધા છે. કરોડોની સંપત્તિ હોવા છતાં, નીતા અંબાણી જમીન પર બેસીને તાળીઓ વગાડતા રાધા-ગોવિંદના ભજન ગાતા જોવા મળ્યા હતા. તેમણે લાલ રંગની સુંદર સિલ્ક સાડી પહેરી હતી, જેના પર ગોલ્ડન જરી કામ હતું. પિંક અને ગ્રીન કલરના ઈયરિંગ્સ અને નેકલેસ સાથે તેમણે હાથે ડાયમંડના કડા પહેર્યા હતા, જે તેમના શાહી અંદાજને શોભાવતા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *