જામનગરની કોલેજમાં પરીક્ષા ચોરી મામલે સૌ.યુનિ.ના VCની ચેમ્બરમાં ઘુસી હલ્લાબોલ

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સંલગ્ન જામનગરની નાઘેડી સ્વામિનારાયણ ગુરુકુળ કોલેજમાં પરીક્ષા આપતા વિદ્યાર્થીઓને ચોરી કરવા માટે અલગ ચેમ્બરમાં વી.આઈ.પી. સુવિધા આપવામા આવી તે મામલો રાજયકક્ષાએ ગાજ્યા બાદ તેમાં હજુ સુઘી પગલાં ન લેવાતાં આજે વિદ્યાર્થી નેતાઓએ કુલપતિનો ઘેરાવ કરી રોષભેર રજૂઆત કરી હતી.

ABCP, NSUI અને છાત્ર યુવા સંઘર્ષ સમિતિનાં વિદ્યાથી કાર્યકરોએ આજે એક પછી એક કુલપતિ ડો. ગિરીશ ભીમાણીની ચેમ્બરમાં હલ્લાબોલ કર્યો હતો. જેમા ભ્રષ્ટાચારી કુલપતિ રાજીનામું આપે તેવા પ્લે કાર્ડ બતાવ્યા હતા અને કુલપતિ હાય હાયના નારા લગાવ્યા હતા. છાત્ર યુવા શક્તિ સંગઠનના કાર્યકરોએ કુલપતી પર નકલી નોટો ઉડાવી હતી. જેથી પોલીસે વિદ્યાર્થી કાર્યકરોની ટિંગાટોળી કરી અટકાયત કરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *