જાપાનમાં રવિવારે યોજાયેલી સામાન્ય ચૂંટણીમાં વડાપ્રધાન સાને તકાઈચીની લિબરલ ડેમોક્રેટિક પાર્ટી (LDP) એ ભવ્ય વિજય મેળવ્યો છે.
NHK વર્લ્ડના અહેવાલ મુજબ અત્યાર સુધીમાં LDP એ 465 માંથી 310થી વધુ બેઠકો પર જીત મેળવી છે, જે બહુમતી માટે જરૂરી 233 બેઠકો કરતાં ઘણી વધારે છે.
તકાઈચીની જીત પર ભારતીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમને અભિનંદન પાઠવ્યા છે. તેમણે X પર પોસ્ટ કરીને કહ્યું કે મને વિશ્વાસ છે કે તમારા કુશળ નેતૃત્વ હેઠળ આપણે ભારત-જાપાન મિત્રતાને નવી ઊંચાઈઓ પર લઈ જઈશું.
LDP ના નેતૃત્વ હેઠળનું ગઠબંધન સહયોગી જાપાન ઇનોવેશન પાર્ટી (ઇશિન) સાથે મળીને 366 બેઠકો જીતી શકે છે. ગઠબંધનને 310 બેઠકો મળતા જ ઉપલા ગૃહમાં વિપક્ષના નિયંત્રણ છતાં કાયદા પસાર કરવાની સત્તા મળી જશે.