જાનથી મારી નાખવા ધમકી આપી

હોટલની અંદર પૂર્વ આયોજિત કાવતરા મુજબ ઈરફાન, રાહુલસિંહ, અરમાનબાપુ અને બિમ્‍બા નામના શખ્‍સોએ સદામને ઘેરી લીધો હતો. ઈરફાને સદામના વાળ પકડી લીધા હતા અને અન્‍ય શખ્‍સોએ તેને નીચે નમાવી દીધો હતો. ત્‍યારબાદ ચારેય શખ્‍સોએ ભેગા મળીને સદામને પીઠના ભાગે અને શરીરે ઢીકાપાટુનો માર મારવાનું શરૂ કર્યું હતું. દરમિયાન સદામના ભાઈ સિકંદરે વચ્‍ચે પડીને તેને છોડાવવાનો પ્રયાસ કર્યો હતો. હુમલાખોરોની ચુંગાલમાંથી છૂટીને સદામ જ્‍યારે હોટલની બહાર ભાગવા જઈ રહ્યો હતો ત્‍યારે બિમ્‍બા નામના શખ્‍સે કોઈ અણીદાર વસ્‍તુ વડે હુમલો કરતા સદામને ડાબી આંખની બાજુના ભાગે ગંભીર ઇજા પહોંચી હતી. લોહીલુહાણ હાલતમાં ભાગી રહેલા સદામને પાછળથી આરોપી ઈરફાને ધમકી આપી હતી કે આજ તો તું બચી ગયો છે, પણ હવે જો કયારેય સામે ભટકાઈશ તો તને જાનથી મારી નાખીશ.

‘વિરાણી ચોકનું મકાન મને દઇ દે નહિતર તને અને નાના ભાઇને મારી નાંખીશ’ રૂડાનગર નજીક સરિતા વિહાર પાસે શ્રી હાઉસીંગ સોસાયટીમાં રહેતાં હંસાબેન મહેન્‍દ્રભાઇ ડાભી (ઉ.વ.60) નામના વૃધ્‍ધાની ફરિયાદ પરથી યુનિવર્સિટી પોલીસે તેના પુત્ર રાહુલ મહેન્‍દ્રભાઇ ડાભી વિરૂધ્‍ધ ગુનો નોંધ્‍યો છે. હંસાબેન ડાભીએ ફરિયાદમાં જણાવ્‍યું છે કે હું મારા નાના દિકરા આશિષ અને તેની પત્‍નિ નંદીની સાથે રહુ છું. મોટો દિકરો રાહુલ તેના પત્‍નિ સાથે અલગ રહે છે. 10.15 વાગ્‍યે હું નાના દિકરા આશિષના ઘરે શ્રી હાઉસીંગ સોસાયટીમાં હતી ત્‍યારે મોટા દિકરા રાહુલે ફોન કરી કહ્યું કે-તું તારું વિરાણી ચોક વાળુ મકાન મને આપી દે. જેથી મેં મકાન મારા નામનું છે અને તે મકાન તને નહિ મળે. આ સાંભળી તેણે ફરીથી મકાન મને આપી દેજે નહિતર તને અને તારા દિકરા આશિષને છરીના ઘા મારી દઇશ અને પતાવી દઇશ તેમ કહી ધમકી આપી હતી. હાલ યુનિવર્સીટી પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *