જસદણ નગરપાલિકા દ્વારા ફૂડ ઝોન વિસ્તારમાં કિચન વેસ્ટના નિકાલ માટે ધંધાર્થીઓને માર્ગદર્શન અપાયું

ગુજરાત રાજ્યની 8 મહાનગરપાલિકાઓ અને 157 નગરપાલિકાઓમાં સ્વચ્છતા અભિયાન અંતર્ગત ‘સ્વભાવ સ્વચ્છતા, સંસ્કાર સ્વચ્છતા’ના ધ્યેય સાથે સફાઈ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. જેનાં અંતર્ગત જિલ્લાની જસદણ નગરપાલિકા દ્વારા સ્વચ્છતા અભિયાનની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે. જેના ભાગરૂપે ચીફ ઓફિસર રાજુભાઈ શેખના માર્ગદર્શન હેઠળ જસદણ શહેરમાં આવેલા ફૂડ ઝોન વિસ્તારમાં કિચન વેસ્ટના નિકાલ માટે ધંધાર્થીઓને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ તકે વેપારીઓને સૂકા કચરા અને ભીના કચરાને વર્ગીકૃત કરીને કચરાના નિકાલની વ્યવસ્થા કરવા સમજણ આપવામાં આવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *