જસદણમાં 436 લાખના ખર્ચે નિર્મિત ગર્લ્સ હોસ્ટેલનું લોકાર્પણ

જસદણ ખાતે કેબિનેટ મંત્રી કુંવરજી બાવળીયા દ્વારા સમગ્ર શિક્ષા અભિયાન અંતર્ગત રૂ. 436 લાખના ખર્ચે તૈયાર થયેલા કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલયની ગર્લ્સ હોસ્ટેલનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ નવી સુવિધાથી હવે વધુ 184 દીકરીને રહેવા-જમવાની ઉત્તમ સગવડ મળશે.

લોકાર્પણ પ્રસંગે મંત્રીએ દીકરીઓને પ્રોત્સાહિત કરતા જણાવ્યું હતું કે, ચોક્કસ ઉદ્દેશ્ય સાથે અભ્યાસ કરવામાં આવે તો મનગમતા ક્ષેત્રમાં ઉજ્જવળ કારકિર્દી બનાવી શકાય છે.

તેમણે પોતાના વિજ્ઞાન શિક્ષક તરીકેના અનુભવો વહેંચતા દીકરીઓને સમયનો સદુપયોગ કરવા અને સંસ્કારયુક્ત શિક્ષણ મેળવવા પ્રેરણા આપી હતી. આ કાર્યક્રમમાં વિદ્યાર્થીનીઓએ સાંસ્કૃતિક કૃતિઓ રજૂ કરી હતી. આ પ્રસંગે જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ, સ્થાનિક અગ્રણીઓ અને મોટી સંખ્યામાં વિદ્યાર્થીનીઓ ઉપસ્થિત રહી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *