જસદણની સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ ખાતે દિવ્યાંગ સાધન સહાય એસેસમેન્ટ કેમ્પ યોજાયો હતો. જેમાં 250 જેટલા દિવ્યાંગને વિવિધ સાધનોનું મંત્રી બાવળિયાના હસ્તે વિતરણ કરાયું હતું. આ તકે મંત્રી બાવળીયાએ જણાવ્યું હતું કે, ‘માનવ સેવા એ જ પ્રભુ સેવા’’ ના ઉદ્દેશ્ય સાથે શરૂ કરાયેલા આ અભિયાનમાં દિવ્યાંગ લાભાર્થીઓને ઘર આંગણે જ વિવિધ સાધન સહાયનો લાભ અપાયો હતો.
દિવ્યાંગોની દિવ્યાંગતાનું સ્થળ પર જ મૂલ્યાંકન કરીને તેઓને સાધનોનું વિતરણ કરાયું હતું. જરૂરિયાતમંદ દિવ્યાંગો સાધન સહાયનો લાભ લઈ શકે તે માટે અગાઉથી જ તેઓને ફોન કરીને આ કેમ્પ અંગે જાણ કરવામાં આવેલી હતી. આ કાર્યક્રમમાં જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી એસ.એમ. રાઠોડ, જસદણ મામલતદાર એમ.ડી. દવે, જસદણ તાલુકા વિકાસ અધિકારી કે.આર. ચુડાસમા, તાલુકા આરોગ્ય અધિકારી ડૉ. સી.કે. રામ, જસદણ હોસ્પિટલના અધિક્ષક ડો. રાકેશ મૈત્રી વગેરે ઉપસ્થિત રહ્યા હતા.