જસદણમાં સેવા અને સ્વચ્છતાના સંદેશ સાથે જાગૃતિ કેળવવાની ઝુંબેશ

સ્વચ્છતા હી સેવા-2024 અભિયાન અંતર્ગત જસદણ ખાતે પાણી પુરવઠા મંત્રી કુંવરજી બાવળીયાની અધ્યક્ષતામાં સ્વચ્છતા અભિયાનમાં શ્રમદાન કરવામાં આવ્યું હતું તેમજ રોપા ઉછેરની ખાતરી સાથે વાવેતર કરવામાં આવ્યું હતું. આ તકે તેમણે ઉમેર્યું હતું કે સ્વચ્છતા અભિયાન માત્ર એક પખવાડિયા પૂરતું જ નહીં પરંતુ આપણા જીવનનો એક હિસ્સો બની રહે તે દિશામાં આપણે કાર્યરત રહેવું જોઇએ. આ અભિયાન માત્ર ઘર પૂરતું જ નહીં પરંતુ આપણી આસપાસ સોસાયટી નગર તેમજ સમગ્ર રાજ્ય અને દેશમાં આગળ વધે તે માટે સૌને સહભાગી થવા અપીલ કરી હતી.

સાથોસાથ પર્યાવરણનું મહત્વ સમજાવતા મંત્રીએ જણાવ્યું હતું કે, વૃક્ષો થકી ગ્લોબલ વોર્મિંગ સામે આપણે સુરક્ષિત રહી શકીશું. આ માટે મોટાપાયે વૃક્ષોનું રોપણ કરવું જરૂરી છે તેમજ વૃક્ષો થકી આપણને શુદ્ધ ઓક્સિજન મળી રહેતો હોય છે. ત્યારે આવનારા સમયમાં આ વૃક્ષો આપણા જીવનમાં ખૂબ જ મહત્વનો ભાગ ભજવશે તેમ જણાવી વધુને વધુ લોકોને વૃક્ષનું જતન કરવા પ્રેરણા પૂરી પાડી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *