જસદણ જસદણના નવા બસ સ્ટેશન નજીક વર્ષોથી ખુલ્લી ગટર સ્થાનિકો અને વેપારીઓ માટે માથાનો દુખાવો બની રહી છે.
આ ગટર રોગચાળાને ખુલ્લું આમંત્રણ આપી રહી છે, છતાં ભાજપ શાસિત નગરપાલિકાના પ્રમુખ અને ચીફ ઓફિસર આ સમસ્યા પ્રત્યે આંખ આડા કાન કરી રહ્યા છે. આજુબાજુના દુકાનદારોએ અનેકવાર રજૂઆતો કરી હોવા છતાં કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી.આથી વેપારીઓ પણ હવે તો કંટાળ્યા છે.
રોગચાળો અને ગંદકીનો ભરડો હાલમાં ડબલ સિઝનના પગલે ડેન્ગ્યુ, મલેરિયાની બીમારીઓનો પ્રકોપ વધ્યો છે ત્યારે ખુલ્લી ગટર ભયજનક બની છે. શહેરનો કચરો અહીં એકઠો થતાં ગંદકીનું સામ્રાજ્ય ફેલાયું છે. હજારો લોકો વિસ્તારમાંથી પસાર થાય છે, જેના કારણે લોકોના આરોગ્ય પર જોખમ ઊભું થયું છે.