જસદણના ગઢડીયા રોડ પર આવેલી સૂર્યવંદના સોસાયટી સામે PGVCLના ટી.સી. (ટ્રાન્સફોર્મર) માં છેલ્લા ઘણા સમયથી અર્થિંગની સમસ્યા જોવા મળી રહી છે, જેના કારણે વારંવાર શોર્ટ સર્કિટની ઘટનાઓ બને છે.
આ ગંભીર મુદ્દે જસદણ નગરપાલિકાના પૂર્વ કોર્પોરેટર અને અગ્રણી વેપારી નીતિનભાઈ છાંટબારે જણાવ્યું હતું કે, સ્થાનિકો દ્વારા PGVCL તંત્રને અનેકવાર રજૂઆતો કરવા છતાં આજદિન સુધી કોઈ કાયમી ઉકેલ લાવવામાં આવ્યો નથી.
આથી લાગે છે કે પીજીવીસીએલ તંત્ર કોઇ મોટી દુર્ઘટનાની રાહ જોઇ રહ્યું હોય. તાજેતરમાં, વરસાદી માહોલ વચ્ચે રસ્તા પરથી પસાર થતી એક ગાયને આ ટી.સી.માંથી લાગેલા વીજશોકના કારણે કરુણ મોત નીપજ્યું હતું. આ ઘટના છતાં PGVCL તંત્ર દ્વારા કોઈ નક્કર કાર્યવાહી ન કરાતા સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.