જસદણમાં કરોડોના ટેક્સમાંથી ડામર પર લીપાપોતી કરાઇ હોવાનો આક્ષેપ

જસદણ શહેરમાં વહીવટદાર શાસનકાળથી ડામર અને સિમેન્ટ રોડના કોન્ટ્રાક્ટ ધરાવતી હર્ષદીપ કન્ટ્રક્શન એજન્સી દ્વારા શહેરભરમાં રોડ નિર્માણના કામોમાં વ્યાપક ભ્રષ્ટાચાર અને ઘોર બેદરકારી આચરવામાં આવી હોવાના સનસનાટીભર્યા આક્ષેપો સામે આવ્યા છે.

એજન્સી દ્વારા બનાવાયેલા મોટાભાગના રોડ અત્યંત હલકી ગુણવત્તાના હોવાની પુષ્કળ ફરિયાદો છતાં જસદણ નગરપાલિકાના અધિકારીઓ અને પ્રાદેશિક નિયામક કમિશનર દ્વારા એજન્સીના કોન્ટ્રાક્ટરોની કારમાં બેસી તપાસના નામે નાટક કરી કોન્ટ્રાક્ટર વિરુદ્ધ કોઈ કાર્યવાહી કરવામાં ન આવતાં કોન્ટ્રાક્ટર બેફામ બની ગયા છે.

નવો રોડ બનાવવામાં આવે ત્યારે જસદણ પાલિકાના એન્જિનીયર કે અન્ય કોઈ જવાબદાર અધિકારીઓ સ્થળ પર ડોકાતા પણ નથી, તેવું લોકોનું સ્પષ્ટ કહેવું છે, જેના કારણે ગુણવત્તાની દેખરેખ થતી નથી. આથી હર્ષદીપ કન્સ્ટ્રક્શન એજન્સીને તાત્કાલિક અટકાવવામાં નહીં આવે,

તો આગામી બે-ત્રણ મહિનામાં શહેરના રોડ-રસ્તાઓના નામોનિશાન પણ નહીં રહે. સત્તાધીશો આ સમગ્ર મામલે ઉચ્ચ કક્ષાની તપાસ કરે અને જવાબદાર એજન્સી તેમજ અધિકારીઓ સામે કડકમાં કડક પગલાં લેવામાં આવે તેવી પ્રબળ માગણી ઉઠી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *