જસદણના વીંછિયા રોડ ઉપર આવેલા અને નવનિર્માણ થઈ રહેલા બાલાજી ધામ આશ્રમ ખાતે અનંત વિભૂષિત ૧૦૦૮ જગતગુરુ ગર્ગાચાર્ય પીઠાધિશ્વર મહેન્દ્રાનંદગિરી પંચ દશનામ જૂના અખાડા સૌ પ્રથમ પહેલી વાર જગતગુરુ બન્યા પછી જસદણ મુકામે આવી રહ્યા છે અને તેમની નિશ્રામાં ગુરુપૂર્ણિમા નિમિત્તે ભવ્ય કાર્યક્રમ તેમજ સંન્યાસી દીક્ષા મહોત્સવ યોજાશે અને તેમાં ગામેગામથી સંતો અને મહંતો ખાસ ઉપસ્થિત રહેશે. ગુરુપૂર્ણિમાના દિવસે એક સાથે 108 લોકો દીક્ષા લેશે તેમજ તારીખ 20/07/2024 અને 21/07/2024 ના રોજ નવનિર્માણ થઈ રહેલ બાલાજી ધામ જસદણ ખાતે રાત્રે 9:00 કલાકે ભવ્ય ભજન સંતવાણીનું આયોજન કરવામાં આવ્યું છે. ગુરુપૂર્ણિમાના પવિત્ર દિવસને અનુલક્ષીને મહામંડલેશ્વર મહેન્દ્રાનંદગીરીએ જણાવ્યું હતું કે દામોદર ઘાટ પાસે આવેલી મુચકુંદ ગુફા ખાતે જેટલા સંસારી લોકોએ સંસાર છોડી સંન્યાસી યાત્રા અને નવા જીવનની શરૂઆત કરવામાં સનાતન ધર્મની સેવામાં પોતાનું જીવન અર્પણ કર્યું છે. અત્યાર સુધીમાં અહી મારા સાનિધ્યમાં 500 થી વધુ લોકોએ દીક્ષા ગ્રહણ કરી સનાતનની સેવામાં લાગેલા છે.સનાતન ધર્મ હિન્દુ સંસ્કૃતિમાં ગુરુનો અનેરો મહિમા છે.