જસદણના નાનામાત્રા ગામે 18 વર્ષીય યુવતીનો ઝેર પી આપઘાત

જસદણ તાલુકાના નાનામાત્રા ગામે રહેતી અસ્મિતાબેન લાખાભાઈ દેવળિયા (ઉં.વ.18) નામની યુવતીએ ઝેરી દવા પી લેતાં સારવાર દરમિયાન રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મોત નીપજ્યું છે. બનાવ અંગે માલવિયાનગર પોલીસને જાણ થતાં દિનેશભાઈ બગડા સહિતના સ્ટાફે મૃતદેહને પીએમ અર્થે ખસેડી વધુ તપાસ હાથ ધરી છે.

પોલીસે જણાવ્યા અનુસાર, આપઘાત કરનાર યુવતી માનસિક બીમાર હોય જેથી તેણીએ આ પગલું ભર્યું હતું. મૃતક અસ્મિતા ખેતી કામ કરતી અને અપરિણીત હતી. બનાવથી ખેડૂત પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *