જસદણના જીવાપરમાં 3 શખ્સ એક વાહનમાં આવ્યા, બાઇક ચોરી રવાના

જસદણ તાલુકાના જીવાપર ગામમાં આટકોટ-જીવાપર રોડ પરથી દિવસે એક બાઇકની ચોરી થવાની ઘટના સામે આવી હતી. આ ચોરીની સમગ્ર ઘટના નજીકમાં લાગેલા CCTV કેમેરામાં કેદ થઈ ગઈ હતી.

જીવાપર ગામમાં રહેતા એક વ્યક્તિએ પોતાના ઘર પાસે પોતાની બાઇક પાર્ક કરી હતી. દરમિયાન ત્રણ બાઇક સવાર એક જ બાઇક પર ત્યાં આવ્યા હતા. તેમાંથી એક શખ્સે આજુબાજુમાં કોઈ ન દેખાતું હોવાની ખાતરી કર્યા બાદ પાર્ક કરેલી બાઇકની ચોરી કરી હતી અને ત્યાંથી નાસી ગયો હતો. ચોરી થયેલી બાઇકમાં ચાવી રહેલી હોવાથી ચોરને તેને ચાલુ કરવામાં સરળતા રહી હતી.

આ બનાવની જાણ થતાં આટકોટ પોલીસે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી હતી. આટકોટ પોલીસે ઘટના સ્થળના CCTV ફૂટેજ કબજે કર્યા હતા. જેમાં બાઇક ચોરી કરનાર સ્પષ્ટપણે કેદ થયો હતો. આ ફૂટેજના આધારે પોલીસે અજાણ્યા ચોરને પકડી પાડવા માટે તપાસ શરૂ કરી દીધી હતી અને જુદી જુદી ટીમો બનાવીને શોધખોળ હાથ ધરાઇ હતી. ચાવી બાઇકમાં જ રાખવાની ભૂલ વાહન માલિકને ભારે પડી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *