સાવન અશોકભાઈ આમેણીયા (ઉં.વર્ષ.17) ગત તા.10 ફેબ્રુઆરીએ પોતાના બહેન પાયલના લગ્નની કંકોત્રી સગા સંબંધીને આપવા માટે કાકાના દીકરા નમન અજયભાઈ આમેણીયા (ઉં.વ.18) સાથે બાઈક પર નીકળ્યો હતો. બાઈક નમન ચલાવતો હતો અને સાવન પાછળ બેઠો હતો. દરમિયાન લાખાપર અને સમઢીયાળા વચ્ચે સ્પીડ બ્રેકર પાસે બાઈક આડે શ્વાન આવતા બાઈક સ્લીપ થયું હતું અને બંને પિતરાઈ ભાઈઓ રોડ પર ફંગોળાઇ ગયા હતા.
108 મારફત રાજકોટની મધુરમ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જ્યાં નમનને ગંભીર ઈજા નહોતી એટલે સારવાર બાદ રજા અપાઈ હતી, જ્યારે સાવનને માથામાં ઈજા હોવાથી ઓપરેશન કરવામાં આવ્યું હતું. જે પછી તેની તબિયત બગડતી ગઈ હતી અને આજે તેમનું મોત નીપજ્યું હતું. સાવન 2 ભાઈ અને 1 બહેન નાનો હતો. લગ્ન પ્રસંગ વખતે જ આવો બનાવ બનતા પરિવારમાં ખુશીનો માહોલ ગમગીનીમાં ફેરવાઈ ગયો હતો.
જલારામ હોટલમાં કામ કરતા યુવાનનો ગળાફાંસો ખાઈ આપઘાત પવનકુમાર રામયશભાઈ યાદવ (ઉં.વ.25) ગઈકાલે સાંજે પોતે હોટેલ ખાતે આવેલ રૂમમાં હતો, ત્યારે નાઈટ સીફ્ટમાં કામ કરવા માટે તેનો સાથી કર્મચારી તેને બોલાવવા જતા રૂમનો દરવાજો બંધ હતો. જેથી દરવાજો તોડી જોતા પવનકુમાર પંખા સાથે દોરી બાંધી ગળાફાંસો ખાધેલી હાલતમાં જોવા મળ્યો હતો. બનાવ અંગે 108 અને પોલીસને જાણ કરતા 108ના EMTએ આવી તપાસી સ્થળ પર તેને મૃત જાહેર કર્યો હતો.
પોલીસે જરૂરી કાગળ કાર્યવાહી કરી મૃતદેહ પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી કાર્યવાહી હાથ ધરી હતી. પવનકુમાર મૂળ ઉત્તરપ્રદેશનો વતની હતો અને રાજકોટના કાલાવડ રોડ પર આવેલ જલારામ હોટેલમાં રહી કામ કરતો હતો. તેમને સંતાનમાં એક દીકરી છે જેને પિતાની છત્રછાયા ગુમાવતા પરિવારમાં કલ્પાંત છવાયો છે.