સમગ્ર વિશ્વમાં તા.8 નવેમ્બરને જલારામ જયંતી અને તા.25 નવેમ્બરના સાધુ વાસવાણી જયંતી ઉજવાય છે. ત્યારે જલારામ જયંતી અને સાધુ વાસવાણી જયંતી નિમિત્તે કતલખાના, ઇંડાં, માંસની લારીઓ, દુકાનો બંધ રાખવા રાજ્યના મુખ્યમંત્રીને કરુણા ફાઉન્ડેશન ટ્રસ્ટ, એનિમલ હેલ્પલાઇન દ્વારા રજૂઆત કરાઇ છે.
આ દિવસોની પવિત્રતાને ધ્યાને લઇ જાહેર કતલખાના તેમજ જાહેર લારી અને દુકાનોમાં વેચાતા માંસ, ઇંડાં અને મચ્છીના વેપાર સદંતર બંધ રાખવા રજૂઆત કરાઇ છે. મિતલ ખેતાણી, પ્રતીક સંઘાણી સહિતનાએ રજૂઆત કરી છે.