જમીન રોકાણ કરાવી શખ્સે નિવૃત્ત સરકારી કર્મીની રકમ ઓળવી લીધી

રાજકોટના નાનામવા મેઈન રોડ નેહરુનગર સોસાયટી શેરી નં.9માં રહેતા કરશનભાઈ રૈયાભાઈ પરસાણા(ઉં.વ.63) દ્વારા નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે વિજયભાઈ ભગવાનજીભાઇ મુંગરાનું નામ આપ્યું હતું. કરશનભાઈએ ફરિયાદમાં જણાવ્યું છે કે, નિવૃત્ત સરકારી કર્મચારી છે.

કરશનભાઈને ખેતીની જમીનમાં રોકાણ કરી જમીનનો દસ્તાવેજ વિજયભાઈ મુંગરા તથા કરશનભાઈના સાઢુભાઈ વલ્લભભાઈ ભગવાનજીભાઈ પાનસુરિયાના નામે સંયુક્ત ભાગીદારીમાં દસ્તાવેજ કરવાનું કહી વિજયભાઈને જમીનમાં રોકાણ કરવા કરશનભાઈએ ચેક તથા રોકડ રૂ.13.50 લાખ આપ્યા હતા.

જે બાદ વિજયભાઈએ તેના નામે ખેતીની જમીન ખરીદ કરી દસ્તાવેજ પોતાના નામે કરાવી કરશનભાઈને જમીન પેટે રૂ.4 લાખ પરત આપ્યા હતા અને બાકીના રૂપિયા પરત આપવા કરશનભાઈ પાસેથી ખેતીની જમીનના અસલ દસ્તાવેજ પરત લઈ જઈ ખેતીની જમીન અન્ય વ્યક્તિને વેચાણ કરી કરશનભાઈના રૂ.9.50 હજાર પોતાના અંગત ફાયદા સારું ઉપયોગમાં લઈ પરત ન કરી ઠગાઈ આચરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *