જમીન દફ્તર કચેરીના 27 અધિકારીની બદલી, 22ને અધિક્ષક તરીકે બઢતી અપાઇ

રાજ્યના મહેસૂલ વિભાગ દ્વારા સેટલમેન્ટ કમિશનર અને જમીન દફ્તર નિયામક ગાંધીનગર દ્વારા રાજ્યની વિવિધ કચેરીમાં ફરજ બજાવતા જિલ્લા નિરીક્ષક જમીન દફ્તર વર્ગ-2ના 22 અધિકારીને અધિક્ષક વર્ગ-1 તરીકે તેમજ જમીન દફ્તર અધિક્ષક વર્ગ-1 તરીકે ફરજ બજાવતા પાંચ અધિકારીને નાયબ નિયામક જમીન દફ્તર તરીકે બઢતી સાથે બદલી કરવામાં આવી છે. જે અન્વયે રાજકોટ સિટી સરવે કચેરીમાં સુપરિન્ટેન્ડેન્ટ તરીકે ફરજ બજાવતા ફોરમ કુબાવતને સુપરિન્ટેન્ડેન્ટ લેન્ડ રેકર્ડ તરીકે સુરેન્દ્રનગર મુકાયા છે.

મહેસૂલ વિભાગ દ્વારા સેટલમેન્ટ કમિશનર અને જમીન દફ્તર નિયામક ગાંધીનગર દ્વારા બઢતી બદલીના હુકમ કરવામાં આવ્યા છે.જેમાં પોરબંદર સુપરિન્ટેન્ડેન્ટ લેન્ડ રેકર્ડ એસ.એમ.ભટ્ટ તેમજ સુરેન્દ્રનગરના જે.જી.શ્રોફને ગાંધીનગર સેટલમેન્ટ કમિશનર કચેરીમાં નાયબ નિયામક તરીકે મુકાયા છે. જ્યારે ગાંધીનગરથી જે.કે. જોગરાણાને રાજકોટ જમીન દફ્તર કચેરીમાં નિયામક તરીકે મૂકવામાં આવ્યા છે. મોરબીના ડો.જે.એમ.ભોરણિયાને સુપરિ.કચ્છ, અમદાવાદના બી.એ.પટેલને અમરેલી, અમરેલીના એ.એ.ઝાલાને જૂનાગઢ, કચ્છના એસ.એસ.રબારીને જામનગર મૂકી દ્વારકાનો વધારાનો હવાલો સોંપવામાં આવ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *