જન્મદિવસ મનાવી ઘેર આવતા યુવક પર છરી વડે જીવલેણ હુમલો

શહેરમાં રૈયા ગામે ઘર પાસે ગાળો બોલવાના પ્રશ્ને યુવક પર પાડોશીએ છરીના ઘા ઝીંકી હત્યાની કોશિશ કરતા તેને ગંભીર હાલતમાં સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાતા યુનિવર્સિટી પોલીસે ગુનો નોંધી આરોપીની ધરપકડ કરવાની કાર્યવાહી કરી છે.

પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ રૈયા રોડ પર વૈશાલીનગરમાં રહેતા પરેશભાઇ પ્રદીપભાઇ શર્મા (ઉ.25) નો જન્મદિવસ હોય જેથી તેના મિત્ર લક્ષ્મણભાઇના ઘેર પાર્ટીનું આયોજન હોય મિત્રના ઘેર રૈયા ગામે ગયા હતો અન્ય મિત્ર વિશાલ સાથે ગયો હતો ત્યાં પાર્ટીમાંથી મોડી રાત્રીના મિત્રના ઘેરથી નીકળી વિશાલ સાથે ઘેર આવતા હતા ત્યારે રૈયા ગામ પાસે ઊભા રહી ગાળો બોલતા હોય ત્યાં રહેતા યુવરાજ સંજયભાઇ સોઢાએ તેના ઘર પાસે ગાળો કેમ બોલો છો કહી ઝઘડો કર્યો હતો તે દરમિયાન યુવરાજે છરી કાઢી હુમલો કરી નાસી જતા તેને 108 દ્વારા ગંભીર હાલતમાં સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયો હતો.

બનાવની જાણ થતા યુનિવર્સિટી પોલીસ મથકના પીઆઇ પટેલ સહિતના સ્ટાફે તપાસ કરતાં અગાઉ શેરબજારની ઓફિસમાં કામ કરતો અને હાલ છૂટક મજૂરીકામ કરતો પરેશનો તા.24ના રોજ જન્મદિવસ હોય બધા મિત્રો સાથે પાર્ટી કરી હતી બાદમાં ઘેર જતા હતા ત્યારે મિત્ર વિશાલ સાથે ગાળો બોલતા હોય જેનો ખાર રાખી યુવરાજએ હુમલો કર્યો હોવાનું બહાર આવતા પોલીસે યુવકની પત્ની જ્યોતિબેન પરેશભાઇની ફરિયાદ પરથી હત્યાની કોશિશનો ગુનો નોંધી આરોપીની ધરપકડ કરવાની કાર્યવાહી કરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *