જન્મદિવસ પર ચાહકોને મળ્યા અજય દેવગણ

બોલિવૂડ એક્ટર અજય દેવગણ 2 એપ્રિલે પોતાનો 57મો જન્મદિવસ ઉજવી રહ્યા છે. આ ખાસ અવસરે તેણે પોતાના ઘરેથી બહાર નીકળીને ચાહકો સાથે મુલાકાત કરી. જન્મદિવસના દિવસે સવારથી જ ઘણા ચાહકો અજય દેવગણના ઘરની બહાર એકઠા થઈ ગયા હતા. આ લોકોમાં કેટલાક અજય દેવગણના ‘હમશકલ’ પણ સામેલ હતા. ચાહકોએ અજય દેવગણના ‘હમશકલ’ સાથે પણ ઘણા ફોટો પડાવ્યાં.

અજયના જન્મદિવસ પર તેમના નજીકના મિત્ર અને ડિરેક્ટર રોહિત શેટ્ટીએ સોશિયલ મીડિયા પર એક ખાસ વીડિયો શેર કરીને તેમને શુભેચ્છા પાઠવી છે. આ વીડિયોમાં રોહિત અને અજયના ત્રણ દાયકા જૂના વ્યવસાયિક અને અંગત સંબંધોની ઝલક બતાવવામાં આવી છે.

રોહિત શેટ્ટીએ જે વીડિયો શેર કર્યો છે, તે બે ભાગમાં છે. વીડિયોના પહેલા ભાગમાં વર્ષ 2000માં આવેલી ફિલ્મ ‘રાજુ ચાચા’ના સેટની ક્લિપ છે. તેમાં એક યુવાન રોહિત શેટ્ટી, ફિલ્મના આસિસ્ટન્ટ ડિરેક્ટર તરીકે લીડ એક્ટર અજય દેવગણને સીન સમજાવતા જોવા મળી રહ્યા છે.

વીડિયોના બીજા ભાગમાં તેમની તાજેતરની સુપરહિટ ફિલ્મો જેવી કે ‘સિંઘમ’ અને ‘ગોલમાલ’ના મેકિંગ દરમિયાનની બોન્ડિંગ બતાવવામાં આવી છે. રોહિતે કેપ્શનમાં લખ્યું- “90ના દાયકાના સંઘર્ષથી લઈને આજ સુધી. ઓછી વાતો, વધુ એક્શન. જન્મદિવસ મુબારક મોટા ભાઈ.”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *