જગદીશ વિશ્વકર્મા આવતીકાલે રાજકોટની મુલાકાતે

ગુજરાત પ્રદેશ ભાજપના નવ નિયુક્ત પ્રમુખ જગદીશ વિશ્વકર્મા આવતીકાલે સાંજે 5 વાગ્યે રાજકોટની મુલાકાતે આવી રહ્યા છે જેને લઇ તડામાર તૈયારીઓ ચાલી રહી છે. રાજકોટના રેસકોર્સ મેદાન ખાતે પ્રદેશ પ્રમુખને આવકારવા માટે એક જંગી જાહેરસભાનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં રાજકોટ શહેર જિલ્લા અને મોરબી જિલ્લાના ભાજપના નેતાઓ કાર્યકર્તાઓ અને આગેવનો ઉપસ્થિત રહેવાના છે. ભાજપ દ્વારા 20,000થી જનમેદની એકઠી કરવા લક્ષ્યાંક સાથે આજે અંતિમ તબક્કાની તડામાર તૈયારીઓ ચાલી રહી છે. ઠેર ઠેર પ્રદેશ પ્રમુખને આવકારતા હોર્ડિંગ્સ અને બેનર પણ જોવા મળી રહ્યા છે.

ઉલ્લેખનીય છે કે, જગદીશ વિશ્વકર્મા પ્રમુખ બનતાની સાથે ભાજપમાં ફરી જુના જોગીઓ એક્ટિવ થયા છે અને આગામી સમયમાં પ્રમુખની ગુજરાત ભ્રમણ યાત્રા પૂર્ણ થયા બાદ સંગઠન માળખામાં ફેરફાર થયે પોતાનો વારો આવશે તેવી આશાએ સૌ કોઈ સાઈડમાં બેઠેલા એક્ટિવ જોવા મળી રહ્યા છે.

જગદીશ વિશ્વકર્મા ખાસ વિમાન મારફત રાજકોટ હિરાસર એરપોર્ટ પહોંચશે જયાં રાજકોટ મહાનગર-જિલ્લા તથા મોરબી જિલ્લા ભાજપના આગેવાનો સ્વાગત કરશે બાદમાં એરપોર્ટથી ગ્રીનલેન્ડ ચોક સુધી રાજકોટ-મોરબી જિલ્લાના કાર્યકર્તાઓ કાર-રેલીથી પ્રદેશ પ્રમુખનું નેતૃત્વ કરશે અને આ રેલી ગ્રીનલેન્ડ ચોક પહોંચ્યા બાદ રાજકોટ શહેર યુવા ભાજપ દ્વારા 1000 જેટલા બાઈક સાથે પ્રદેશ પ્રમુખને આવકારી તેઓને બાઈક રેલીના આગેવાનીમાં રેસકોર્ષ સુધી લઈ આવશે જ્યાંથી સીધા સભા સ્થળે પહોંચશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *