જંગલેશ્વરના દબાણકારો સામે મનપાની કેવિયેટ

રાજકોટના જંગલેશ્વર વિસ્તારમાં સરકારી જમીન પરના દબાણો હટાવવાની પ્રક્રિયા હાલમાં ચર્ચામાં છે. આ મામલે કલેક્ટર તંત્રની કાર્યવાહી સામે હાઇકોર્ટે 3 મહિનાનો સ્ટે આપ્યો છે, ત્યારે રાજકોટ મહાનપાલિકા પણ સતર્ક બની છે. વોર્ડ નં. 16, TP-6માં 15 મીટરના રોડ પર આવેલા 1500થી વધુ ગેરકાયદે રહેણાંક અને ધંધાકીય દબાણો દૂર કરવા માટે અગાઉ નોટિસો અપાઈ હતી.

આ મામલે દબાણ કર્તાઓ કોર્ટમાંથી સ્ટે ન મેળવે તે હેતુથી મહાપાલિકાએ રજીસ્ટ્રાર મારફત જનરલ કેવિએટ નં. 329/2025 દાખલ કરી છે. મનપા દ્વારા આજી નદીના પટમાં આવેલા જંગલેશ્વર વિસ્તારના 50 ફૂટના ટી.પી. રોડ પરના દબાણો સામે સ્પીકિંગ ઓર્ડર અને કારણ દર્શક નોટિસો પાઠવવામાં આવી છે.

‘અદાલત મનપાનો પક્ષ સાંભળ્યા વિના એકતરફી સ્ટે આપી શકશે નહીં’ કોર્પોરેશનને આશંકા છે કે, રહેવાસીઓ આ પ્રોસીડિંગ્સ અટકાવવા માટે મનાઈ હુકમની માગ કરી શકે છે. આ કેવિએટ દાખલ થવાથી હવે અદાલત મનપાનો પક્ષ સાંભળ્યા વિના એકતરફી સ્ટે આપી શકશે નહીં. હાલમાં કલેક્ટર તંત્રની કાર્યવાહી અટકી હોવા છતાં, મનપા પોતાની જગ્યા ખાલી કરાવવા માટે કાયદાકીય મજબૂતી લાવી રહી છે. જોકે મનપાનાં અધિકારીએ પખવાડિયા અગાઉ જ આ કેવિયેટ દાખલ કરી હોવાનું જણાવ્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *