છેડતી કરનાર શખ્સને ટપારનાર મહિલાને બે શખ્સે ધમકી આપી

શહેરમાં માધાપર ચોકડી પાસે રહેતી મહિલાને તેના પાડોશમાં રહેતો ભાણજી અને એભલ નામના શખ્સોએ અહીં નહીં રહેવા દઇએ કહી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ નોંધાઇ છે.ગાંધીગ્રામ પોલીસમાં એક મહિલાએ ફરિયાદ કરી હતી. જેમાં આરોપી તરીકે ભાણજી અને એભલનું નામ આપ્યું હતું. ફ

​​​​​​​રિયાદમાં જણાવ્યું હતું કે, અમારા વિસ્તારમાં રહેતો ભાણજી દરજી મારી સામે જોઇ નજર બગાડતો હોય મેં તેને સમજાવ્યા હતા. બાદમાં તે મારા ઘરમાં આવી ગયો હતો, પરંતુ મારા પતિ હાજર હોય મેં તેને વાત કરતા મારા પતિએ તેને ઠપકો આપતા તે ઉશ્કેરાઇ ગયો હતો અને ઝઘડો કરતા તેને પોલીસ બોલાવી હતી. બાદમાં પોલીસમાં જાણ કરતા પોલીસ આવી જતા એભલએ ધસી આવી મહિલાનો હાથ પકડી સમાધાન કરી લેવાનું કહ્યું હતું. મહિલાએ ના પાડતા મારી નાખવાની ધમકી આપી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *