રાજકોટ શહેરમાં એક વિચિત્ર ઘટના બની છે જેમાં ચોર પોસ્ટ ઓફિસના ટપાલીની સાયકલની સાથે તેની ટપાલની પણ ચોરી કરી ગયો છે. શહેરના ભક્તિનગર પોલીસ મથકમાં નોંધાયેલી ફરિયાદ મુજબ, મોરબીના વાંકાનેરના લુણસરિયા ગામે રહેતાં અને ભક્તિનગર પોલીસ મથકમાં છેલ્લા 22 વર્ષથી પોસ્ટમેન તરીકે ફરજ બજાવતા જીતેન્દ્રસિંહ ઝાલા ગત 28 જૂને પોતાની સાઇકલ લઈને લક્ષ્મીવાડી શેરી નંબર 9/8 ના કોર્નર પાસે એક વ્યક્તિની ટપાલ નાખવા ગયા હતા. જે દરમિયાન સાયકલને લોક માર્યું ન હતુ. તેઓ બંધ શેરીમાં આવેલા મકાનમાં ટપાલ નાખી બહાર નીકળ્યા હતા અને તેમને જોયું કે તેમની સાયકલ ત્યાં હતી નહીં. કુલ 157માંથી 64 જેટલી ટપાલ પણ સાયકલ મ રાખેલી થેલીમાં હતી.
જૉકે અજાણ્યો શખ્સ તેની સાયકલ ચોરી ગયો હતો. આ શખ્સ સાયકલ તો ચોરી ગયો પરંતુ તેની સાથે ટપાલની પણ ચોરી કરી લઈ ગયો હતો. જેથી હવે આ ટપાલ જેમના ઘરે પહોંચી નથી તેઓ ચિંતામાં છે. હાલ ભક્તિનગર પોલીસે ફરિયાદ નોંધ ચોરને ઝડપી લેવા માટે તપાસ હાથ ધરી છે.