ચોથી મેચમાં ન્યૂઝીલેન્ડે ભારતને 50 રનથી હરાવ્યું

ન્યૂઝીલેન્ડે T20 સિરીઝની ચોથી મેચમાં ભારત પર 50 રનથી જીત મેળવી છે. બુધવારે 216 રનનો ટાર્ગેટ ચેઝ કરી રહેલી ટીમ ઈન્ડિયા 18.4 ઓવરમાં 165 રન પર ઓલઆઉટ થઈ ગઈ હતી. વિશાખાપટ્ટનમમાં જીત બાદ ન્યૂઝીલેન્ડે સિરીઝમાં 1-3થી વાપસી કરી છે. છેલ્લી મેચ 31 જાન્યુઆરીએ તિરુવનંતપુરમમાં રમાશે.

શિવમ દુબેએ 23 બોલ પર 65 રનની ઇનિંગ રમી. જ્યારે રિંકુ સિંહે 39 અને સંજુ સેમસને 24 રન બનાવ્યા. બાકીના બેટર્સ ડબલ ડિજિટ સુધી પણ પહોંચી શક્યા નહીં. ન્યૂઝીલેન્ડ તરફથી કેપ્ટન મિચેલ સેન્ટનરે 4 વિકેટ ઝડપી. જ્યારે જેકબ ડફી અને ઈશ સોઢીને 2-2 વિકેટ મળી. એક-એક વિકેટ મેટ હેનરી અને જેક ફોલક્સના ફાળે આવી. એક બેટર રનઆઉટ થયો.

આ પહેલા ટૉસ હારતા પહેલી બેટિંગ કરતા ન્યૂઝીલેન્ડે 7 વિકેટ ગુમાવીને 215 રન બનાવ્યા હતા. ટિમ સેફર્ટે 62 અને ડેવોન કોનવેએ 44 રન બનાવ્યા. કુલદીપ યાદવ અને અર્શદીપ સિંહને 2-2 વિકેટ મળી હતી.

બન્ને ટીમની પ્લેઇંગ-11

ભારત (IND): સૂર્યકુમાર યાદવ (કેપ્ટન), અભિષેક શર્મા, સંજુ સેમસન (વિકેટકીપર), હાર્દિક પંડ્યા, શિવમ દુબે, રિંકુ સિંહ, હર્ષિત રાણા, રવિ બિશ્નોઈ, કુલદીપ યાદવ, જસપ્રીત બુમરાહ અને અર્શદીપ સિંહ.

ન્યૂઝીલેન્ડ (NZ): મિચેલ સેન્ટનર (કેપ્ટન), ડેવોન કોનવે, ટિમ સેફર્ટ (વિકેટકીપર), રચિન રવીન્દ્ર, ગ્લેન ફિલિપ્સ, ડેરીલ મિચેલ, માર્ક ચેપમેન, જેક ફોલ્ક્સ, જેકબ ડફી, ઈશ સોઢી અને મેટ હેનરી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *