મંગળવારે સાંજે ચેન્નઈ, તમિલનાડુમાં એન્નોર થર્મલ પાવર પ્લાન્ટના બાંધકામ સ્થળે 30 ફૂટની ઊંચાઈએથી લોખંડના સ્લેબનો ટુકડો પડ્યો હતો. જેમાં નવ કામદારો કચડાઈને મૃત્યુ પામ્યા હતા અને એક ઘાયલ થયો હતો.
પોલીસના જણાવ્યા અનુસાર, એક ઉંચુ લોખંડનું માળખું બનાવવામાં આવી રહ્યું હતું, અને તેનો એક ભાગ નીચે ઉભેલા કામદારો પર પડ્યો. ઘાયલોને હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે. સ્લેબ તૂટી પડવાના કારણની તપાસ ચાલી રહી છે.
તમિલનાડુ વીજળી બોર્ડના સચિવ અને તમિલનાડુ જનરેશન એન્ડ ડિસ્ટ્રિબ્યુશન કોર્પોરેશન (TANGEDCO)ના અધ્યક્ષ ડૉ. જે. રાધાકૃષ્ણન હોસ્પિટલની મુલાકાત લીધી અને ઘાયલોને મળ્યા.
તેમણે કહ્યું કે એન્નોર થર્મલ પાવર બાંધકામ સ્થળ પર સ્ટીલની કમાન તૂટી પડી. મૃતકો આસામ અને નજીકના વિસ્તારોના હતા. એક વ્યક્તિ ઘાયલ થયો હતો.
દરમિયાન, પીએમ મોદીએ પ્લાન્ટ અકસ્માત પર દુઃખ વ્યક્ત કર્યું. પ્રધાનમંત્રી રાષ્ટ્રીય રાહત ભંડોળ (PMNRF) મૃતકોના પરિવારોને ₹2 લાખ અને ઘાયલોને ₹50,000 ની સહાય આપશે.