IPLની સાતમી મેચમાં પંજાબ કિંગ્સે ચેન્નઈ સુપર કિંગ્સને 5 વિકેટથી હરાવ્યું. PBKSની આ સતત બીજી જીત અને CSKની સતત બીજી હાર છે. ચેપોક સ્ટેડિયમમાં ટૉસ હારતા પહેલા બેટિંગ કરવા ઉતરેલી ચેન્નઈએ 5 વિકેટ ગુમાવીને 208 રન બનાવ્યા હતા. પંજાબે 18.4 ઓવરમાં 5 વિકેટના નુકસાન પર ટાર્ગેટ ચેઝ કરી લીધો.
PBKS માટે કેપ્ટન શ્રેયસ અય્યરે ફિફ્ટી ફટકારી. પ્રભસિમરન સિંહે 43, પ્રિયાંશ આર્યએ 39 અને કૂપર કોનોલીએ 36 રન બનાવ્યા. વિજયકુમાર વૈશાખને 2 વિકેટ મળી. CSK માટે આયુષ મ્હાત્રેએ ફિફ્ટી ફટકારી. શિવમ દુબેએ 45* અને સરફરાઝ ખાને 32 રન બનાવ્યા. મેટ હેનરી અને અંશુલ કંબોજને 2-2 વિકેટ મળી.
PBKSએ ચેન્નઈ પહેલા ગુજરાતને પણ હરાવ્યું હતું. જ્યારે ચેન્નઈને રાજસ્થાન સામે પણ હાર મળી હતી. પંજાબે ચેન્નઈને છેલ્લી 9 મેચમાં આઠમી વખત હરાવ્યું છે.
બન્ને ટીમની પ્લેઇંગ-11
ચેન્નઈ સુપર કિંગ્સ (CSK): ઋતુરાજ ગાયકવાડ (કેપ્ટન), સંજુ સેમસન (વિકેટકીપર), આયુષ મ્હાત્રે, શિવમ દુબે, કાર્તિક શર્મા, પ્રશાંત વીર, જેમી ઓવરટન, નૂર અહેમદ, મેટ હેનરી, અંશુલ કંબોજ, ખલીલ અહેમદ.
પંજાબ કિંગ્સ (PBKS): શ્રેયસ અય્યર (કેપ્ટન), પ્રભસિમરન સિંહ (વિકેટકીપર), કૂપર કોનેલી, નેહલ વાઢેરા, શશાંક સિંહ, માર્કસ સ્ટોઇનિસ, માર્કો યાન્સેન, ઝેવિયર બાર્ટલેટ, વિજયકુમાર વૈશાક, અર્શદીપ સિંહ, યુઝવેન્દ્ર ચહલ.