ચેક રિટર્નના બે કેસમાં આરોપીને 15 માસની સજા

રાજકોટમાં રણછોડનગરના કનૈયાલાલ ગજેરાએ ખેતીના બિયારણ ખરીદવા માટે હાથ ઉછીના લીધેલા નાણાં પેટે આપેલા ચેકના કેસમાં કોર્ટે આરોપીને 15 માસની સજા ફરમાવી અને વળતર ચૂકવવા આદેશ આપ્યો હતો.

આ કેસની વિગતો મુજબ રાજકોટના હરસિદ્ધિ હિલ સી-804 નાનામવા રોડ રાજકોટવાળા ફરિયાદી નટવરલાલ કુંવરજીભાઇ સોજીત્રા અને કાનજીભાઇ રૈયાણીએ આરોપી કનૈયાલાલ તુલસીભાઇ ગજેરા રહે. રણછોડનગર રાજકોટવાળા બન્ને એક જ જ્ઞાતિના હોય આરોપી કનૈયાલાલએ ફરિયાદી નટવરલાલ સોજીત્રા પાસેથી ખેતીના સાધન અને સામગ્રીની ખરીદી કરવા તથા દવા અને બિયારણ લેવા માટે હાથ ઉછીના પાંચ લાખ રૂપિયા લીધા હતા અને કાનજીભાઇ પાસે રૂ. સાત લાખ કારખાનામાં ખોટ ગયાનું જણાવી માગણી કરી હતી. બન્ને ફરિયાદીએ અલગ-અલગ તારીખે આરોપીને પાંચ અને સાત લાખ ચૂકવ્યા હતા જે પેટે આપેલો ચેક રિટર્ન થતાં કોર્ટ કેસ બાદ ઉપરોક્ત હુકમ કરાયો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *