ચૂંટણી કાર્ડ કઢાવવા જાઉ છું કહીને નીકળેલા શાપરના યુવાને ઝેર પી કર્યો આપઘાતનો પ્રયાસ

શાપરના યુવાને અમરેલીના નાજાપુર ગામે ઝેરી દવા પી લેતા તેને સારવાર રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયો છે. રાહુલ ગોરધનભાઈ ગોહેલ (ઉ.વ.23)ને ગઈકાલે સાંજે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. રાહુલ પરણિત છે અને સંતાનમાં 4 વર્ષનો દીકરો છે. જોકે, તેની પત્ની તેનાથી અલગ રહે છે. રાહુલનું મુળ વતન અમરેલી પાસે કુકાવા તાલુકામાં આવેલ નાજાપુર ગામ છે. રાહુલને કુકાવા તાલુકાના જંગલ ગામે રહેતી યુવતી સાથે પ્રેમ સંબંધ હતો. યુવતીને મોબાઈલ ફોન લઈને આપ્યો હતો. યુવતીના ભાઈને ખબર પડતા ધમકીઓ આપી હતી. પછી રાહુલ શાપરથી ચૂંટણી કાર્ડ કઢાવવા નાજાપુર જવાનું કહી નીકળ્યો હતો. ત્યારબાદ ગઈકાલે રાત્રે 10 વાગ્યા આસપાસ ઝેરી દવા પીધી હતી તેને પ્રથમ અમરેલી સરકારી હોસ્પિટલ બાદ ગોંડલ અને બાદમાં રાજકોટ સિવિલ હોસ્પિટલમાં રીફર કરાયો છે. અહીં તેની સારવાર ચાલુ છે. હાલ પોલીસે તેનું નિવેદન નોંધી તજવીજ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *