ચૂંટણી કરવી કે વસતી ગણવી, સરકારના આદેશની રાહ જોતી મનપા

દેશની વસતી ગણતરી માટે કેન્દ્ર સરકારે જનગણના 2027 પ્રોજેક્ટ શરૂ કર્યો છે. રાજકોટ શહેર અને નજીકના રોણકી, મનહરપુર ગામ સહિતની વસતી ગણતરીની જવાબદારી રાજકોટ મનપાનેસોંપાઈ છે. આ અંગે હાઉસ બ્લોક બનાવવાની કામગીરી 1 એપ્રિલથી શરૂ થવાની હતી. તેના એક દિવસ પહેલા જ ચૂંટણીની આચારસંહિતા લાગુ પડી જતાં હવે ચૂંટણીની કામગીરી કરવી વસતી ગણતરીની કામગીરી કરવી તેમાં મનપા ફસાઈ છે. હવે સરકારના આદેશની રાહ જોવાઈ રહી છે.

રાજકોટ શહેરમાં તા. 1થી 5 દરમિયાન હાઉસ બ્લોક નક્કી કરવાના હતા. એક બ્લોકમાં 150થી શરૂ કરી 200 સુધીના મકાનો લેવાના હતા. 2011ની વસતી ગણતરીના ડેટાને લઈને 3500થી વધુ હાઉસ બ્લોક થવાનો અંદાજ પણ મિટીંગમાં રજુ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ 20 એપ્રિલથી વસતી ગણતરી શરૂ થવાની હતી. જો કે એ સમયે જ ચૂંટણીની આચારસંહિતા લાગુ થઈ છે.

વસતી ગણતરીમાં શાળા કોલેજના શિક્ષકો, પ્રાધ્યાપકો તેમજ અલગ અલગ સરકારી કચેરીના સ્ટાફ સહિત કુલ 4700 કર્મચારીઓને જવાબદારી અપાઈ હતી. ચૂંટણી આવતા હવે સ્ટાફને ચૂંટણીની ફરજ અપાઈ છે અને સ્વાભાવિક રીતે ચૂંટણીની ફરજ જ મહત્વની હોવાથી સ્ટાફ આવ્યો નથી. આ કારણે હવે મનપા સરકારના વસતી ગણતરી મોકુફ રાખવાના પરીપત્રની રાહ જોઇ રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *