શહેરમાં મોરબી રોડ પર ખોડિયારપાર્ક અને રાજનગરમાં ચાવી બનાવવાના બહાને ઘરમાં ઘૂસી રોકડ અને સોનાના દાગીનાની ચોરી કરનાર ક્રાઇમબ્રાંચે ચીખલીગર ગેંગની બેલડીને ઝડપી લઇ તેની પાસેથી રૂ.7.15 લાખની મતા કબજે કરી વધુ ચોરીનો ભેદ ઉકેલવા બન્ને આરોપીને રિમાન્ડની માંગ સાથે કોર્ટ હવાલે કરવાની કાર્યવાહી કરી છે.
પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ શહેરમાં ચાવી બનાવી આપવાના બહાને ઘરમાં ઘૂસી મકાન માલિકની નજર ચૂકવી ચોરી કરતી બેલડીને માહિતીને આધારે ઉઠાવી લઇ તેની પૂછતાછ કરતા તે દાહોદના પોપટસિંગ ગોકુલસિંગ સીકલીગર અને શેરૂસીંગ સુનીલસીંગ ચીખલીગર હોવાનું જણાવતા પલીસે બંનેની અટકાયત કરી પૂછતાછ કરી હતી.
પોલીસની પૂછતાછમાં બન્ને શખ્સોએ મોરબી રોડ પર ખોડિયારપાર્કમાં કેટરર્સનું કામ કરતા રમેશભાઇના મકાનમાંથી તા.5ના રોજ રૂ.6.60 લાખના સોનાના દાગીનાની ચોરી કરી હતી.
બાદમાં રાજનગરમાં જયશકિત સોસાયટીમાં રહેતા સવિતાબેનના મકાનમાંથી રૂ.60 હજારની રાેકડની ચોરી કરી હોવાનું જણાવ્યું હતું. પોલીસની વધુ પૂછતાછમાં ચાવી બનાવવાના બહાને મકાન માલિકની નજર ચૂકવી ચોરી કરતા હોવાનું બહાર આવતા પોલીસે વધુ કાર્યવાહી કરી છે.