ચાર લોકોને મારીને રસ્તા પર ફેંકી દેશો તો જ રાષ્ટ્રીય ચૂંટણી ટળશે

પાકિસ્તાનમાં પૂર્વ વડાપ્રધાન ઇમરાન ખાનની ધરપકડના વિરોધમાં સતત ત્રીજા દિવસે હિંસક દેખાવો જારી રહ્યા હતા. દરમિયાન પેશાવરમાં હુમલાના સંબંધમાં સોશિયલ મીડિયામાં એક ઓડિયો સામે આવ્યા બાદ તેની ચર્ચા છે. જેમાં એક વરિષ્ઠ પોલીસ અધિકારી પોતાના જુનિયરોને કઠોર વલણ અપનાવીને સ્થિતિને કાબૂમાં લેવાના આદેશ આપી રહ્યા છે. 45 સેકન્ડના આ ઓડિયોમાં સિનિયર અધિકારી સવાલ કરી રહ્યા છે કે તમે શું કરી રહ્યા છો? શું તકલીફ આવી રહી છે ? આના જવાબમાં જુનિયર અધિકારી કહે છે કે અહીં સ્થિતિ બહુ ખરાબ છે. લોકો બહુ આક્રમક છે. તેમના હાથમાં લાકડીઓ છે. તેના જવાબમાં સિનિયર કહે છે કે તેમના (ઇમરાનના સમર્થકો) બે-ચાર લોકોને પકડીને મારો, કેટલાક લોકો મરશે તો યોગ્ય રહેશે. જુનિયર અધિકારી કહે છે કે સુરક્ષાદળોએ કેટલાક તોફાની લોકોને પકડીને ગાડીમાં રાખ્યા છે. આના જવાબમાં સિનિયર ફરી કહે છે કે, બે-ચાર લોકોને મારીને રસ્તા પર ફેંકી દો. કડક પગલાં લેવાથી જ સ્થિતિ કાબૂમાં આવશે. બે-ચાર લોકોને કાપીને ફેંકવાથી જ સ્ટેટની સાથે નેશનલ ચૂંટણી ટળશે.

શહબાઝ સરકારને સર્વોચ્ચ અદાલત દ્વારા અનેક ફટકાસુપ્રીમકોર્ટે ઇમરાન ખાનને રાહત આપીને ફરી એકવાર શહબાઝ સરકારને ફટકો આપ્યો છે. આ સરકાર અને ન્યાયપાલિકાની વચ્ચે ચાલી રહેલી ખેંચતાણની દિશામાં નવી કડી છે. પહેલાં કોર્ટે આવા ફટકા આપ્યા છે.
પંજાબ રાજ્યના સીએમ હમજાને દૂર કરાયાગયા વર્ષે જુલાઇમાં સુપ્રીમકોર્ટના આદેશ પર પાકિસ્તાન મુસ્લિમ લીગ-કાયદના પરવેઝ ઇલાહીને સીએમ બનાવ્યા હતા. આ પહેલાં પીએમ શહબાઝના પુત્ર હમઝા શહબાઝ સીએમ હતા. વિવાદ રાજ્યના ડેપ્યુટી સ્પીકર મિત્ર મજારીના ઇલાહીની પાર્ટીના સભ્યોના મતોની ગણતરી ન કરવાના નિર્ણયથી થયો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *