ચાર મહાનગરોમાં હવાની ગુણવત્તા ચિંતાજનક સ્તરે

રાજ્યના ચાર મોટા શહેરોમાં હવાની ગુણવત્તા ફરી એકવાર ચર્ચાનો વિષય બની છે. તાજેતરમાં નોંધાયેલા એર ક્વોલિટી ઇન્ડેક્સ (AQI)ના આંકડાઓ અનુસાર રાજ્યના મુખ્ય મહાનગરોમાં હવા સ્વચ્છતા માપદંડથી ઘણી નીચે પહોંચી ગઈ છે, અને સવાર અને સાંજના સમયે પ્રદૂષણનું પ્રમાણ વધી રહ્યું છે. જે સામાન્ય જનતા માટે ચિંતાજનક સ્થિતિ સર્જે છે.

અમદાવાદમાં ખરાબ સ્તરની હવા અમદાવાદમાં AQI 186 નોંધાયો છે, જે ‘મધ્યમથી ખરાબ’ શ્રેણીમાં આવે છે. આ સ્તરની હવા લાંબા સમય સુધી શ્વાસમાં લેતાં શ્વાસનળી સંબંધિત તકલીફો, આંખોમાં બળતરા અને એલર્જી જેવી સમસ્યાઓ ઊભી કરી શકે છે. ખાસ કરીને વૃદ્ધો, બાળકો અને શ્વાસના રોગોથી પીડાતા લોકો માટે આ પરિસ્થિતિ જોખમરૂપ બની શકે છે.

સુરતમાં સૌથી વધુ 225 AQI નોંધાયો સુરત શહેરમાં સ્થિતિ વધુ ગંભીર જોવા મળી છે, જ્યાં AQI 225 નોંધાયો છે. આ આંકડો સ્પષ્ટ રીતે ‘ખરાબ’ શ્રેણીમાં આવે છે. નિષ્ણાતો મુજબ, આ સ્તરની હવા સ્વસ્થ વ્યક્તિઓ માટે પણ અસ્વસ્થતા પેદા કરી શકે છે, જ્યારે અસ્થમા અને હૃદયરોગના દર્દીઓ માટે ગંભીર અસર થવાની શક્યતા રહે છે. ઉદ્યોગો, વાહન વ્યવહાર અને બાંધકામ પ્રવૃત્તિઓને હવાના પ્રદૂષણનું મુખ્ય કારણ માનવામાં આવી રહ્યું છે.

રાજકોટમાં AQI 156 નોંધાયો છે. જો કે આ આંકડો અન્ય શહેરોની સરખામણીમાં થોડો ઓછો છે, તેમ છતાં તે પણ ‘મધ્યમ’ શ્રેણીમાં આવે છે. સતત વધી રહેલા વાહનોની સંખ્યા અને ધૂળકણના કારણે રાજકોટમાં પણ હવાની ગુણવત્તા પર અસર પડી રહી છે.

વડોદરામાં AQI 181 નોંધાયો વડોદરા શહેરમાં AQI 181 નોંધાયો છે, જે ફરી એકવાર હવાના પ્રદૂષણ તરફ ઈશારો કરે છે. નિષ્ણાતો જણાવે છે કે શહેરમાં ટ્રાફિક, ઉદ્યોગો અને ઋતુગત પરિબળો હવાની ગુણવત્તા બગાડવામાં મહત્વની ભૂમિકા ભજવે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *