ચાર નેશનલ એવોર્ડ વિનર સાઉથ ડિરેક્ટર રણજીતની ધરપકડ

4 નેશનલ ફિલ્મ એવોર્ડ અને 6 કેરળ સ્ટેટ ફિલ્મ એવોર્ડ જીતી ચૂકેલા સાઉથ ડિરેક્ટરની મંગળવારે કોચીથી ધરપકડ કરવામાં આવી છે. તેના પર એક્ટ્રેસે યૌન શોષણના આરોપો લગાવ્યા હતા, જે બાદ તેમને ધરપકડ કરીને 14 દિવસની ન્યાયિક કસ્ટડીમાં મોકલવામાં આવ્યો છે.

ANIના રિપોર્ટ અનુસાર, ડિરેક્ટર રણજીતની ધરપકડ મંગળવારે મોડી રાત્રે થોડુપૂઝા પોલીસે ઇડુક્કીના SPના નિર્દેશ પર કરી છે. તેને ધરપકડ બાદ ઉદયમપેરુર પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યો, જ્યાં એક્ટ્રેસે ફરિયાદ નોંધાવી છે. ધરપકડ બાદ ડિરેક્ટરને એર્નાકુલમ મેજિસ્ટ્રેટ સમક્ષ રજૂ કરવામાં આવ્યા છે, જ્યાં પૂછપરછ બાદ તેમને 14 દિવસ (13 એપ્રિલ) સુધી ન્યાયિક કસ્ટડીમાં મોકલવામાં આવ્યો છે.

નવભારત ટાઈમ્સના રિપોર્ટ અનુસાર, મંગળવારે મોડી રાત્રે થયેલી ધરપકડ બાદ ડિરેક્ટર રણજીતે બેચેનીની ફરિયાદ કરી હતી, જે બાદ તેમને તપાસ માટે એર્નાકુલમ જનરલ હોસ્પિટલ લઈ જવામાં આવ્યા. હોસ્પિટલના અધિકારીઓએ તપાસમાં જાણ્યું કે તેને સ્વાસ્થ્ય સંબંધિત કોઈ ગંભીર સમસ્યા નથી. હાલમાં ડિરેક્ટર એર્નાકુલમ સબ-જેલમાં છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *