અસારવાના હસમુખ પટણીએ જણાવ્યું હતું કે ઘોડા કેમ્પ સામે આઈજી કંપાઉન્ડમાં ગેટ પાસે વર્ષોથી અમારા ચાર પરિવારો રહેતા હતા. પાંચ દિવસ પહેલાં જ આ ચારેય પરિવારના 30 લોકોએ સ્થળાંતર કર્યું હતું. પરંતુ મારા કાકી સીતાબેન પટણી ત્યાં ચાની કિટલી ચલાવતા હતા. આજે જ્યારે આઈજી કંપાઉન્ડમાં પ્લેન ક્રેશ થયું ત્યારે મારા કાકી સીતાબેન ચાની લારીએ હતા. જ્યારે તેમનો 14 વર્ષિય દિકરો આકાશ નજીકમાં જ સુઈ ગયો હતો. પ્લેન ક્રેશ થવાના લીધે આગ લાગતા આકાશ દાઝી ગયો હતો. એટલે તેને બચાવવા માટે સીતાબેન ગયા પરંતુ આગ વિકરાળ બનતા તેઓ પણ દાઝી ગયા અને દિકરાને બચાવી શક્યા નહી.
એટલે આકાશનું મોત થયુ છે. જ્યારે સીતાબેન દાઝી જતાં તેમને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડાયા છે. જો પાંચ દિવસ પહેલા અમારા ચાર પરિવારના 30 લોકોએ સ્થળાંતર કર્યું ના હોત તો આજે અમારા પરિવારના સભ્યો કોઈ બચતાં જ નહીં. જો કે મારા ભાઈ આકાશ પણ આજે શાળાએ ગયો નહીં અને દૂર્ઘંટનાનો મોતને ભેટ્યો છે.