ચાંદીના કારખાનેદાર સાથે લેબર કોન્‍ટ્રાકટરની 55.46 લાખની છેતરપિંડી

રાજકોટ શહેરના 150 ફૂટ રીંગરોડ પર રહેતા અને નવાગામ આણંદપર પાસે ચાંદીનું કારખાનું ધરાવતા પટેલ વેપારી સાથે લેબર કોન્‍ટ્રાક્‍ટનું કામ સંભાળનારા મેહુલનગરના શખ્‍સે રૂ.55.46 લાખની છેતરપિંડી કરી છે. લેબર કોન્‍ટ્રાક્‍ટ તરીકે કામ શરૂ કરનાર શખ્‍સે શરૂઆતમાં પ્રમાણીકતાથી કામ કરી વેપારીનો વિશ્વાસ જીતી લીધા બાદ લાખો રૂપિયાના ચાંદીના દાગીના મેળવી લઇ અડધા કરોડની ઠગાઇ કરી છે હાલ કુવાડવા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

કોન્‍ટ્રાકટ્ર સંજય બારોટ વિરૂધ્‍ધ રૂ.55,46,540ની ઠગાઇનો ગુનો નોંધી તપાસ હાથ ધરી રાજકોટના 150 ફૂટ રીંગ રોડ પર ઋષિકેશ એક્‍ઝોટિકામાં રહેતાં અને નવાગામ આણંદપરમાં સાગર ઇન્‍ડસ્‍ટ્રીયલ ઝોનમાં બી.ડી.ગજેરા નામે બે વર્ષથી ચાંદીનું કારખાનુ ચલાવતાં ભરતભાઇ દિનેશભાઇ ગજેરા (ઉ.વ.45)ની ફરિયાદ પરથી કુવાડવા પોલીસે કોઠારીયા રોડ સોરઠીયાવાડી સર્કલ મેહુલનગર 10માં રહેતાં લેબર કોન્‍ટ્રાકટ્ર સંજય બારોટ વિરૂધ્‍ધ રૂ.55,46,540ની ઠગાઇનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

સંજયે કારખાનામાં લેબર પુરા પાડવાનું કામ સાંભળ્યું હતું ભરતભાઇ ગજેરાએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, આઠ મહિના પહેલા તેમના જૂના કારીગર નીરજ બંગાળી મારફતે મેહુલનગરના સંજય બારોટ સાથે મુલાકાત થઈ હતી. સંજયે કારખાનામાં લેબર પુરા પાડવાનું કામ સાંભળ્યું હતું તેનું મુખ્‍ય કામ કારખાનામાં કામ કરતાં માણસોને જે કાચુ ચાંદી આપવામાં આવે તેમાં લેબર દ્વારા સંજય ચાંદીના દાગીના બનાવડાવી ફાઇલીંગ અને બફ કામ કરાવી તૈયાર દાગીના કારખાનામાં જમા કરાવવાનું હતું એ પછી દાગીના પેક કરી ઓલ ઇન્‍ડિયામાં માર્કેટીંગ સેલ કરવામાં આવતાં હતાં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *