જો તમે ગ્લોઈંગ સ્કિન માટે ઘરેલુ ઉપાય અજમાવી રહ્યા છો, તો હોમમેડ પેકને સર્વશ્રેષ્ઠ માનવામાં આવે છે, જે ત્વચા માટે ખૂબ જ લાભદાયી છે. હોમમેડ ફેસપેક કેમિકલ ફ્રી હોય છે. ઘરે રહીને નેચરલ વસ્તુઓથી ફેસ માસ્ક બનાવી શકાય છે. વરિયાળીના દાણામાં અનેક પ્રકારના ગુણ રહેલા છે. જે પાચનની સાથે સાથે ત્વચા માટે પણ ફાયદાકારક છે. અહીંયા અમે તમને નેચરલ ફેસ માસ્ક બનાવવાની રીત જણાવી રહ્યા છીએ, ફેસ પર એપ્લાય કરવાથી ત્વચા વધુ ચમકીલી બને છે તથા અન્ય બ્યુટી બેનેફિટ્સ પણ પ્રદાન કરે છે.
વરિયાળી સ્કિન માટે ફાયદાકારક છે
વરિયાળીમાં ભરપૂર માત્રામાં કોપર, મેગ્નેશિયમ અને ઝિંક રહેલું છે. પેકનો નિયમિતરૂપે ઉપયોગ કરવાથી ત્વચા વધુ સોફ્ટ અને યુવા બને છે. મધના કારણે ત્વચા ચમકીલી બને છે અને ખીલ પણ દૂર થાય છે. નિયમિતરૂપે વરિયાળીનો ઉપયોગ કરવા માટે 2 ચમચી વરિયાળી પાણીમાં ઉકાળી લો અને ગાળીને તેનો ટોનર તરીકે ઉપયોગ કરો.