ઘર, બાગબગીચા, બિલ્ડિંગ, શાળા-કોલેજ, ધાર્મિક સ્થળો પર જળસંચય કરી બોર રિચાર્જ કરવા સૂચન

રાજકોટ જિલ્લા કલેક્ટર પ્રભવ જોશીના અધ્યક્ષસ્થાને કલેક્ટર કચેરી ખાતે જળસંચય જન ભાગીદારી અભિયાનની બેઠક યોજાઇ હતી. આ બેઠકમા જુદી જુદી સંસ્થાઓના અગ્રણીઓ તેમજ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.કલેક્ટર જોશીએ આ બેઠકમાં ફેક્ટરી, ઘર, બાગબગીચા, બિલ્ડીંગ, શાળા-કોલેજ, ધાર્મિક સ્થળો, જીઆઇડીસી વિસ્તાર સહિત સ્થળો પર જન ભાગીદારીથી જળસંચય કરી રિચાર્જ બોર કરવા, નવા તળાવ વિકસાવવા, જૂના તળાવ ઊંડા ઉતારવા વગેરે પર ભાર મૂક્યો હતો.

આ ઉપરાંત મનરેગા, સિંચાઈ વિભાગ, જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર, શિક્ષણ વિભાગ, ફોરેસ્ટ વિભાગ, મહાનગરપાલિકા સહિત કચેરીઓને ફાળવેલ લક્ષ્યાંકનું મૂલ્યાંકન કરાયું હતું.આ તકે જિલ્લા વિકાસ અધિકારી ડો.નવનાથ ગવ્હણેએ જળસંચય જન ભાગીદારી અભિયાન અંગે માર્ગદર્શન આપ્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *