ઘરમાં રહેલા આ શાકભાજીનુ જ્યૂસ પીવાનું કરો શરુ…બીપી અને શુગર રહેશે દૂર

ઋતુ ગમે તે હોય, સ્વાસ્થ્યની કાળજી રાખવા માટે યોગ્ય આહાર લેવો ખૂબ જ જરૂરી છે અને જ્યારે ઉનાળો આવે છે, ત્યારે ડૉક્ટરો અને ડાયટિશિયન દરેકને તેમના ડાયટમાં વધુને વધુ ફળો અને શાકભાજીનો સમાવેશ કરવાની સલાહ આપે છે. ઉનાળામાં મોટાભાગના લોકોને ઠંડા ફળોનો રસ પીવો ગમે છે. પરંતુ શું તમે જાણો છો કે ઉનાળામાં ફળોની જેમ શાકભાજીનો રસ પીવાથી ઘણો ફાયદો થઈ શકે છે. આવો જાણીએ કેટલાક હેલ્ધી વેજીટેબલ જ્યુસ વિશે જે તમારા માટે ફળો કરતાં વધુ ફાયદાકારક હોઈ શકે છે.

  1. કાકડીનો જ્યૂસઃ ઉનાળામાં કાકડી ખાવી કોને પસંદ નથી હોતી તે સ્વસ્થ રહેવા ઉપરાંત શરીરને હાઇડ્રેટ રાખવામાં પણ મદદ કરે છે. પરંતુ માત્ર કાકડી જ શા માટે, તમે તેના જ્યૂસથી પણ ફાયદો ઉઠાવી શકો છો. રોજ કાકડીનો જ્યૂસ પીવાથી શરીરને ડીહાઈડ્રેશનથી બચાવવાની સાથે તમે શરીરને ડિટોક્સીફાઈ પણ કરી શકો છો.
  2. દૂધીનો જ્યૂસઃ દૂધી સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. ભલે તમને તે સ્વાદિષ્ટ ન લાગે. પરંતુ તે ડાયાબિટીસ અને હાઈ બ્લડ પ્રેશર જેવી બીમારીઓ માટે રામબાણથી ઓછી નથી. ઉનાળામાં દૂધીનો જ્યૂસ પીવાથી ડિહાઈડ્રેશનની સમસ્યા નથી થતી અને તમારું પેટ પણ સારું રહે છે.
  3. કારેલાનો જ્યૂસઃ કારેલાના જ્યૂસના ફાયદાઓથી આપણે બધા જાણીતા છીએ. કારેલાના જ્યૂસને ડાયાબિટીસનો દુશ્મન માનવામાં આવે છે. જે લોકોનું બ્લડ સુગર કંટ્રોલ નથી, તેઓ થોડા અઠવાડિયા સુધી દરરોજ કારેલાનો જ્યૂસ પી શકે છે. આ સિવાય કારેલાનો જ્યૂસ પીવાથી પેટ સંબંધિત અન્ય રોગો પણ મટે છે. ખીલની સમસ્યા પણ દૂર થઈ શકે છે. તે શરીરને ડિટોક્સિફાય કરવામાં પણ મદદ કરી શકે છે.
  4. ટામેટાનો જ્યૂસઃ ટામેટાંનો જ્યૂસ પોષક તત્વોની ખાણ છે. તેમાં વિટામીન અને અન્ય પોષક તત્ત્વો પુષ્કળ પ્રમાણમાં મળી આવે છે. ટામેટાંનો જ્યૂસ પીવાથી ત્વચા સ્વસ્થ રહે છે અને પેટને લગતી બીમારીઓ જેમ કે ભૂખ ન લાગવી, કબજિયાત અને ગેસની સમસ્યા દૂર થાય છે.
  5. તુરીયાનું જ્યુસઃ તમે તુરીયાના જ્યુસમાંથી પણ ફાયદા મેળવી શકો છો. તુરીયામાં કેલરીની માત્રા ઓછી હોય છે અને કોલેસ્ટ્રોલની હાજરી નહિવત હોય છે. તે શરીરમાં પ્રોટીન, કાર્બોહાઈડ્રેટ અને ચરબીને તરત પચાવવાનું કામ કરે છે. જો તમે વજન ઘટાડી રહ્યા છો, તો તમારે તમારા આહારમાં તુરીયાનો રસ સામેલ કરવો જોઈએ. આ તમારી વજન ઘટાડવામાં મદદ કરે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *